ભરતી મેળો:રોજગાર મેળામાં 747માંથી 629 ઉમેદવારોની પસંદગી, સાડા 3 લાખ સુધીનાં જોબ પેકેજ અપાયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 હજાર જગ્યા માટે ભરતી મેળો યોજાયો

રોજગાર કચેરી ખાતે વિવિધ પ્રકારની 1 હજાર પોસ્ટ પર ભરતી માટે શુક્રવારે આયોજિત રોજગાર મેળામાં કુલ 747માંથી 629 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ છે. ઉમેદવારોને જોબ ઓફર થઈ છે તે ઉમેદવારોમાં 120થી વધુ ધોરણ 10 પાસ, 160થી વધુ ધોરણ 12 પાસ, 210થી વધુ ગ્રેજ્યુએટ ઉમેદવારોને વાર્ષિક 3.50 લાખ સુધીનું વાર્ષિક જોબ પેકેજ ઓફર કરાયું છે.

ઉમેદવારોને તેમની શેક્ષણિક લાયકાત, અનુભવ સહિતના પાસાંને ધ્યાનમાં રાખીને ઈન્ટરવ્યૂ બાદ પસંદગી કરાઈ છે. મદદનીશ નિયામક કચેરી,રોજગાર કચેરી ખાતે શુક્રવારે આયોજિત રોજગાર મેળામાં વિવિધ સેક્ટરની 16 કંપનીએ જુદી જુદી જોબ ઓફર કરી હતી. શૈક્ષણિક લાયકાત, અનુભવ સહિતનાં વિવિધ પાસાંને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરાઈ હતી.

ભાસ્કરમાં માર્કેટિંગ માટે 47ની પસંદગી
‘દિવ્ય ભાસ્કર’માં ડોર ટુ ડોર માર્કેટિંગની 500 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં 47 ઉમેદવારની પસંદગી કરાઈ છે. તેમને વાર્ષિક 1.44 લાખ સુધીનાં પેકેજ ઓફર કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...