ભવની ભવાઈ, હું હુંશી ને હુંશીલાલ પછી 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ગુજરાતી ફીચર ફિલ્મની પસંદગી થઈ છે. યુવા લેખક રામમોરીના પુસ્તક ‘મહોતું’ની એક સ્ટોરી પર આધારિત ‘એકવીસમું ટિફીન’ વાર્તા પરથી બનેલી ફિલ્મ આ ફેસ્ટિવલની ઓફ પેનોરમા કેટેગરીમાં પસંદ થઈ છે. આ વર્ષે પેનોરમા કેટેગરીમાં અલગ અલગ ભાષાની 25 ફીચર ફિલ્મો પસંદ થઈ છે. જેમાં ગુજરાતી ભાષામાં પસંદ થઈ હોય તેવી આ એકમાત્ર ફિલ્મ છે જે ગોવામાં 20થી 28 નવેમ્બર દરમ્યાન યોજાનારા ફેસ્ટિવલમાં દર્શાવાશે.
આ અંગે વાત કરતાં લેખક રામ મોરીએ કહ્યું કે, ‘ભારતના સૌથી મોટા ફેસ્ટિવલમાં ગુજરાતી ફીચર ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બને તે પ્રેરણાદાયી વાત છે. ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ આ અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતી સિનેમા માટે આ ગર્વની ક્ષણ છે. ઘણા વર્ષો પછી કોઈ ગુજરાતી ફિલ્મ આ કોમ્પિટીશન સેક્શનમાં પસંદગી પામી છે. આ ફિલ્મનું 22 નવેમ્બરે સ્ક્રીનીંગ થશે.જેમની ફિલ્મો જોઈ હું મોટો થયો છું તેવા હોલીવુડના જાણીતા ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેસીસ પણ આ ફિલ્મ જોશે તેનો આનંદ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.