GSTની ​​​​​​​કાર્યવાહી:GSTનાં બે રિટર્ન ન ભરનારા વેપારીઓનાં બેન્ક ખાતાં સીઝ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દિવાળી પહેલાં જ GSTની કાર્યવાહીથી વેપારીઓ મુશ્કેલીમાં
  • ​​​​​​​ખાતાં સીઝ કરતાં પહેલાં નોટિસ પણ આપવામાં ન આવી

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (એસજીએસટી)ના બે રિટર્ન નહીં ભરનાર વેપારીઓના બેન્ક ખાતા સીઝ કરી દેવાયા છે. દિવાળી ના સમયે જ કાર્યવાહીથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જીએસટીમાં વેપારીઓ દ્વારા બે રિટર્ન ફાઇલ કરવામાં ન આવ્યા હોય તેવા કિસ્સામાં બેન્ક ખાતા સીઝ કરવાની કાર્યવાહી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.વેપારીઓ દર મહિને જીએસટીઆર-3બી રિટર્ન ફાઇલ કરવાના હોય છે.

કેટલાક વેપારીઓ દ્વારા જીએસટીઆર-3બી રિટર્ન ફાઇલ કરવામાં ચૂક કરી હોય તેવા કિસ્સામાં વેપારીઓના બે રિટર્ન બાકી હોય તેમના જીએસટી નંબર સસ્પેન્ડ કરી દેવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ હવે અધિકારીઓ જીએસટીના બે રિટર્ન બાકી હોય તેમના જીએસટી નંબર સસ્પેન્ડ કરવાની જગ્યાએ તેમના બેન્ક એકાઉન્ટ સીઝ કરે છે. વેપારીઓના કહેવા પ્રમાણે ખાતાં સીઝ કરતા પહેલા તેને નોટિસ આપવાની હોય ત્યાર બાદ બેથી ત્રણ વખત તાકીદ કરવામાં આવે છે. નોટિસની બજવણી બાદ બેન્ક ખાતા સીઝ કરવાની છેલ્લી નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...