નેતાઓ નિયમો ભૂલ્યા:કોરોનાની સાવચેતીનાં પગલાં લેવાયાં છતાંય વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં અમદાવાદના કોર્પોરેટરો માસ્ક વિના જોવા મળ્યા

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના કોર્પોરેટર માસ્ક વિના જ કાર્યક્રમમાં પ્રવેશતાં જોવા મળ્યાં. - Divya Bhaskar
અમદાવાદના કોર્પોરેટર માસ્ક વિના જ કાર્યક્રમમાં પ્રવેશતાં જોવા મળ્યાં.
  • દાંડીયાત્રામાં જોડાનારા લોકોનો કોરોના ટેસ્ટ કરાયો, જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવશે તેઓ યાત્રામાં જોડાઈ નહીં શકે

આજે અમદાવાદમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ખુદ હાજર રહેવાના છે. ત્યારે રાજ્યમાં સતત વકરી રહેલા કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્રએ અનેક પ્રયાસો હાથ ધર્યા છે. દાંડીયાત્રામાં જોડાનારા ગાંધી અનુયાયીઓ સહિત પોલીસ અધિકારીઓ અને અધિકારીઓના ગઈકાલથી જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવે એ લોકો આ યાત્રામાં જોડાઈ નહીં શકે, એવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. એમ છતાંય જાણે ભાજપના નેતાઓને કોરોના સાથે કોઈ લેવાદેવા જ ના હોય તેમ તેઓ સતત નિયમો તોડીને જાહેરમાં ફરી રહ્યા છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદી દાંડીયાત્રાના કાર્યક્રમમાં હાજર રહેવાના છે ત્યારે શહેરના કોર્પોરેટરો જાણે કોરોના છે જ નહીં તેમ કાર્યક્રમમાં માસ્ક વિના પ્રવેશતા જોવા મળ્યા હતા. એ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી અનેક મહિલાઓ પણ માસ્ક વિના જોવા મળી હતી.

ડોમમાં ઉપસ્થિત મહિલાઓ પણ માસ્ક વિના જોવા મળી હતી.
ડોમમાં ઉપસ્થિત મહિલાઓ પણ માસ્ક વિના જોવા મળી હતી.

ટેસ્ટ પોઝિટિવ આવશે તો દાંડીયાત્રામાં ભાગ નહીં લઈ શકે
આશ્રમમાં જે લોકો દાંડીયાત્રામાં ચાલવાના છે તેઓ તમામના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ માટેના ડોમ ઊભા કરવામાં આવશે. આજે સાંજે અથવા સવારે વહેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો પોઝિટિવ આવશે તેઓ દાંડીયાત્રામાં ભાગ નહીં લઈ શકે.

જે લોકો પોઝિટિવ આવશે તેઓ દાંડીયાત્રામાં ભાગ નહીં લઈ શકે.
જે લોકો પોઝિટિવ આવશે તેઓ દાંડીયાત્રામાં ભાગ નહીં લઈ શકે.

દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે
દાંડીયાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે.

21 દિવસની દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરશે
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

યાત્રિકો, અધિકારીઓ અને પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
યાત્રિકો, અધિકારીઓ અને પોલીસકર્મીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અક્ષર ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...