આંબાવાડી મર્ડર મિસ્ટ્રી:નશાખોર દીકરાને રોજ મરતો જોઈ પિતાએ તેના ટુકડા કર્યા, એક આંસુ ટપક્યુંને કહ્યું- તેની હત્યા કરી તેને મોક્ષ આપી દીધો

અમદાવાદ6 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

અમદાવાદમાં દીકરાની હત્યા કરીને પિતા નેપાળ ભાગતા પકડાયા. ત્યારે 18મી જુલાઈએની અંધારી રાત પિતા માટે કતલની હતી. રાતે 4 વાગ્યે દીકરા લાત મારીને કહ્યું- જમવાનું આપ. પિતાએ સ્વ-બચાવમાં ગુપ્તાંગે દીકરાને મારતા પડી ગયો. પછી પિતાએ ખાયણીના ફટકા મારી મારી નાખ્યો. દીકરોને કાપીને સગેવગે કરીને નેપાળ ભાગતા આરોપી પકડાયો. પોલીસને મળ્યો ત્યારે કહ્યું- મારો દીકરો રોજ નશામાં મરી રહ્યો હતો, તે બચતો ન હતો. તેને રિહેબ સેન્ટરમાં પણ મોકલ્યો તેમ છતાં તે ના બચ્યો. મારા મૃત્યુ બાદ તે તડપી-તડપીને મર્યો હોત તે પહેલાં સંજોગોના કારણે મેં મારા દીકરાની હત્યા કરી એક રીતે તેને મોક્ષ આપી દીધો છે.

પોલીસે મુસાફરોને ખલેલ ન પહોંચે તે રીતે આરોપીને દબોચ્યો
અમદાવાદમાં એક પછી એક લાશના ટુકડા મળતા રહ્યા અને પોલીસને ખબર નથી પડતી કે આ લાશ કોની છે. પોલીસે હજારો સીસીટીવી તપાસી લીધા અને તેમ છતાં કોઈ પગેરું મળ્યું નહીં. સવારે 4:00 વાગે દીકરાએ પિતાને લાત મારી અને કહ્યું મને જમવાનું આપ. પિતાએ સ્વ બચાવમાં લાત મારતા દીકરાને ગુપ્ત ભાગમાં ઈજા થઈ અને તે નીચે પડી ગયો, ત્યારબાદ પિતાએ દીકરાને લોખંડની ખાયણી વડે સંખ્યાબંધ ફટકા માર્યા અને દીકરો મરી ગયો. દીકરાના મૃત્યુ બાદ પિતા ઘરમાં સાફ-સફાઈ કરીને નાહવા ગયા, ઘરમાં લાશ પડી હતી અને પિતા ભગવાન પાસે માફી માંગવા ઘરેથી નીકળી ગયા. આ સમગ્ર ઘટના બાદ પોતે દેશ છોડીને સાધુ બનવા માંગતા હતા. પણ ક્રાઈમ બ્રાન્ચને આવેલા એક કોલને કારણે હત્યા કરનાર વૃદ્ધનું પગેરું મળ્યું. પોલીસ હજારો મુસાફરોથી ભરેલી ટ્રેનને રોકવા માટે પ્રયાસ કરે તો ઉહાપો થઈ જાય તે માટે આખો પ્લાન બનાવ્યો અને ટ્રેન રાજસ્થાન નજીક પહોંચે તે પહેલાં જ આખી ટ્રેનમાં રાજસ્થાન રેલવે પોલીસ દ્વારા સર્ચ કરાવીને આરોપીને પકડી લીધો હતો. આરોપીને પકડીને લાવ્યા બાદ આરોપી પિતા સહેજ પણ સંકોચ અનુભવતો ન હતો.

ક્રાઈમ બ્રાન્ચ માનવ અંગોનું રહસ્ય શોધવામાં લાગી ગઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય દેસાઈને તેના સ્ટાફના એક કોન્સ્ટેબલ પર ફોન આવ્યો કે, એક વ્યક્તિના શરીરના બીજા ટુકડા મળ્યા છે. આ દરમિયાન જે જગ્યાએ લાશના ટુકડા મળ્યા હતા. તે આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા બાદ એક કડી મળી અને ધીમેધીમે આખા કેસ પરનો પડદા ખુલ્લો થયો. પોલીસે અનેક તપાસ અને સર્વેલન્સને આધારે આરોપ નિલેશ જોશીને રાજસ્થાનથી પકડી લીધો. પોલીસને હવે ખબર હતી કે, નિલેશ જોશીએ તેના દીકરાની હત્યા કરી છે. રાજસ્થાનના રેલવે સ્ટેશન પર બેઠેલા નિલેશ જોશીને જોઈને પોલીસ પણ એક વખત દયા આવી ગઈ. પોલીસે નિલેશ જોશી સાથે વાત કરી અને નિલેશ જોષીએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ અલગ અલગ વાતો કરી જે અત્યંત ચોંકાવનારી હતી.

દીકરો રિહેબિટેશન સેન્ટરથી આવ્યો તોય ન સુધર્યો
નિલેશ જોશી કહી રહ્યા હતા કે, હું 24 વર્ષની મારી કારકિર્દીમાં માનભેર જીવ્યો છું. એસટીના ડ્રાઇવરથી લઈને સુપરવાઇઝર સુધી હું પહોંચ્યો. અનેક તકલીફો સહન કરીને મેં મારા પરિવારને સાચવ્યો. મારો દીકરો પણ મારો લાડકો હતો. મારી પત્ની અને દીકરી જર્મની જતા રહ્યા, બાદ હું અને મારો દીકરો સાથે રહેતા હતા. મારા દીકરાને હું એસટીમાં જ નોકરી અપાવવા માંગતો હતો. પણ તે ડ્રગ્સના રવાડે ચડી ગયો, તેણે ડ્રગ્સ અને દારૂના નશામાં એટલે હદે ચડી ગયો હતો કે, તેને અન્ય રાજ્યમાં રિહેબ સેન્ટરમાં મોકલીને મેં મારી બચેલી મૂડી પણ ખર્ચી નાખી હતી. મને એમાં હતું કે તે પરત આવશે, પછી બાપ અને દીકરો ફરીથી સારી જિંદગી જીવીશું. પણ આવું કંઈ બન્યું નહીં તે પરત આવ્યો અને એક જ અઠવાડિયામાં તે ફરી નશાના રવાડે ચડી ગયો, તે એસટીમાં નોકરી કરે તે માટે મેં તને હેવી વિકલ્પનું લાયસન્સ મેળવવા માટે અન્ય રાજ્યમાં મોકલ્યો, ત્યાં તેને લાયસન્સ પણ મળ્યું. પણ તેનો કોઈ મતલબ ન હતો. તેને તો માત્ર નશો કરવો હતો. રોજ તે આખી રાત ફરતો હતો અને ગમે ત્યારે આવે. ત્યારે તે મને જેમ તેમ ગાળો બોલતો હતો. મેં મારા જીવનમાં અનેક લોકોને હતાશામાંથી બહાર લાવવા મોટિવેશનલ વાતો પણ કરી. એસટીના કર્મચારી તરીકે અનેક લોકો તકલીફમાં હોય ત્યારે મારી પાસે આવતા. સ્ટેજ પર સંબોધન પણ કર્યા છે પણ મારા દીકરાને હું સમજાવી ના શક્યો.

એના માથામાં ખાયણી ફટકારીને લોહી દેખાયું
મારો દીકરો રોજ નશો કરીને આવે ગમે તે હાલતમાં ગમે ત્યાં પડી રહેતો. મારી પાસે કોઈ આવક ન હતી. મને જે પૈસા મળતા હતા, તે મારા ખાતામાંથી બારોબાર ઉપાડી લેતો હતો. મારી પાસે બે ટંક ખાવાના પણ ફાંફા પડી ગયા હતા. હવે, એક વખત જમવા માટે રૂપિયાના હતા એટલે મેં બે અઢી હજાર રૂપિયાની એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકેની નોકરી શરૂ કરી. મારો દીકરો તે દિવસે રાતે આવ્યો ન હતો. હું ઘરમાં સૂતો હતો, સવારે ચાર વાગ્યા આસપાસ મારો દીકરો ઘરમાં આવ્યો અને તેણે મને જોશથી લાત મારી અને કહ્યું મને જમવાનું આપો. સવારે ચાર વાગે મારો દીકરાએ મને લાત મારીને ઉઠાડ્યો. મેં કહ્યું અત્યારે તારા માટે હું જમવાનું ક્યાંથી લાઉં. વાતમાં વાતમાં તે ઉશ્કેરાઈને મને મારવા માટે લાકડું ઉપાડ્યું. મેં વચ્ચે હાથ નાખ્યો તો મારા હાથ ઉપર ઈજા થઈ તરત જ મને કંઈ સૂઝ્યું નહીં, એટલે મેં લાત મારી, જે લાત મારા દીકરાના પેશાબ કરવાના ભાગ ઉપર વાગી હતી. તે નશામાં હતો અને નીચે બેસી ગયો મને ઉશ્કેરાટ થઈ ગયો. હું રસોડામાં જઈને લોખંડની ખાયણી લઈ આવ્યો. જે તેને માથામાં ફટકારી અને તે લોહીના ખાવો છે, એમાં પડી ગયો, તે મૃત્યુ પામ્યો હતો તે મને ખબર પડી ગઈ. પણ હવે લાશને કઈ રીતે નિકાલ કરવો તે મારા માટે અશક્ય હું એસટીમાં નોકરી કરતો હતો. એટલે મને થોડો અંદાજ હતો કે, ઈલેક્ટ્રિક કટરથી કોઈ પણ વસ્તુ કાપી શકાય. હું મારા દીકરાની હત્યા બાદ ઘરમાં જઈને સ્નાન કરી લીધું અને કાલુપુર મંદિર જઈને ભગવાનની માફી માંગી. ઈલેક્ટ્રિક કટર ₹3,500માં ખરીદી હતી. તે ઇલેક્ટ્રિક કટર ઘરે લાવીને પહેલાં તેનું માથું કાપ્યું ત્યારબાદ હાથ અને પછી પગ કાપ્યા હતા. કારણ કે, હું આખી લાશ એક સાથે ઊંચકી શકું તેમ ન હતું. એટલે ટુકડા કર્યા. બાદ રોજ તેને અલગ અલગ જગ્યાએ નાખવા જતો હતો.

સાધુ બનીને બાકી જીવન જીવવાનો હતો
હત્યા કર્યા બાદ હું ઉર્દુ ભાષા સહિત અનેક બીજી ભાષાઓ પણ જાણું છું, જેથી મારો એક મિત્ર સુરત રહે છે. તેના ઘરે પુસ્તક લેવા માટે ગયો હતો, પણ મારો મિત્ર મળ્યો નહીં. ત્યાંથી હું સુરત રેલ્વે સ્ટેશન ગયો અને ટ્રેનમાં બેસી ગયો, ત્યાંથી હું આગળ મહાદેવના દર્શન કરીને નેપાળ જઈને સાધુ જેવું જીવન પણ જીવવા માટે તૈયાર હતો. આ પહેલા મને પોલીસે પકડી લીધો.

અન્ય સમાચારો પણ છે...