તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિઃશુલ્ક સેવા:અમદાવાદમાં લોકોને ડેડબોડી લઈને જવામાં થઈ રહેલી મુશ્કેલી જોઈ નરોડાના યુવાને પોતાની કારને એમ્બ્યુલન્સમાં ફેરવી

અમદાવાદ2 મહિનો પહેલા
લોકોની સ્થિતિ જોઈને યુવકે પોતાની કારને એમ્બ્યુલન્સ અને શબવાહિનીમાં ફેરવી નાખી.
  • જ્યારે લોકો તકલીફમાં હતા ત્યારે એમ્બ્યુલન્સવાળા હજારો રૂપિયા લેતા, જેથી યુવાને ફ્રી સેવા શરૂ કરી
  • એમ્બ્યુલન્સ માટે સ્થાનિક લોકોએ 9512232324, જ્યારે શબવાહિની માટે 7623802324 નંબર પર સંપર્ક કરવો પડશે

અમદાવાદમાં યુવાને લોકોને ડેડબોડી સ્મશાને લઈ જવા પડી રહેલી તકલીફ જોઈને પોતાની ગાડીઓ એમ્બ્યુલન્સ તરીકે સેવામાં મૂકી દીધી છે. સ્મશાને જતા લોકોને પડી રહેલી હાલાકીથી નરોડાના યુવાને પોતાની કારને હાલ એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી છે. આ સમયે લોકો પાસે એમ્બ્યુલન્સચાલક હજારો રૂપિયા વસૂલી રહ્યા હતા, ત્યારે નરોડના યુવકે ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે.

પોતાનું વાહન લોકોની સેવામાં મૂક્યું
પોતાનાં જ વાહનોમાં એમ્બ્યુલન્સ અને શબવાહિની બનાવડાવી છે, જેનાથી નરોડા અને આસપાસના વિસ્તારમાં લોકોની નિઃશુલ્ક મોકલી અનોખી સેવા કરશે. આ અંગે પ્રવીણ પરમારે જણાવ્યું હતું કે હું એક વખત સ્મશાનમાં ગયો ત્યારે લોકોની એમ્બ્યુલન્સ-શબવાહિની માટેની પરિસ્થિતિ જોઈ મનથી વ્યથિત થઈ ગયો હતો અને પછી મેં જાતે જ લોકો માટે એમ્બ્યુલન્સ અને શબવાહિની બનાવડાવી દીધી છે.

પ્રવીણે આ સેવા તમામ લોકોને નિઃશુલ્ક આપવાની જાહેરાત પણ કરી છે.
પ્રવીણે આ સેવા તમામ લોકોને નિઃશુલ્ક આપવાની જાહેરાત પણ કરી છે.

સ્વખર્ચે એમ્બ્યુલન્સ અને શબવાહિની બનાવડાવી
કોરોનાનો કહેર શહેર પર વરસી રહ્યો છે. રોજ લોકોનાં મોત થઇ રહ્યાં છે અને થોડા સમય પહેલાં તો 108માં પણ 24 કલાકનું વેઇટિંગ હતું, જેને કારણે લોકો હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામતાં હતાં. ત્યારે નરોડામાં રહેતા પ્રવીણ પરમારે આ સ્થિતિ જોઇ તેના વિસ્તારમાં લોકોને નિઃશુલ્ક એમ્બ્યુલન્સ અને શબવાહિની સેવા મળી એવું બીડુ ઝડપ્યું હતું. પ્રવીણે ગણતરીના દિવસોમાં જ સ્વખર્ચે એમ્બ્યુલન્સ અને શબવાહિની બનાવડાવી દીધી હતી. આ સેવા તમામ લોકોને નિઃશુલ્ક આપવાની જાહેરાત પણ પ્રવીણે કરી છે.

લોકોની સ્થિતિ જોઇને સેવા કરવાનો વિચાર આવ્યો
હાલમાં કોરોનાકાળમાં લોકોની સ્થિતિ જોઇ લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો, જેથી પોતાના બે વાહનો પૈકી એકમાં એમ્બ્યુલન્સ અને એકમાં શબવાહિની બનાવવાનું નક્કી કર્યું હતું. હવે નરોડા અને આસપાસના 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં લોકોને જરૂરિયાત માટે પ્રાથમિક રીતે આ સેવા નિઃશુલ્ક આપવનો નિણર્ય કર્યો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રવીણ પરમાર લોકોને અંતિમવિધિનો સામાન પણ અમે નિઃશુલ્ક આપી સેવા કરી છે. ત્યારે એમ્બ્યુલન્સ અને શબવાહિનીથી લોકોને ઓછી હાલાકી પડશે.

માનવસેવાને મહત્ત્વ આપી આ સેવાકાર્ય શરૂ કરાયું છે.
માનવસેવાને મહત્ત્વ આપી આ સેવાકાર્ય શરૂ કરાયું છે.

સેવા માટે આ નંબર પર સંપર્ક કરવો
અમદાવાદમાં એમ્બ્યુલન્સ માટે સ્થાનિક લોકોએ 9512232324, જ્યારે શબવાહિની માટે 7623802324 નંબર પર સંપર્ક કરવો પડશે. આ યુવકની આવી અનોખી સેવા જોઇ અન્ય યુવકોમાં પણ જુસ્સો વધશે. એટલું જ નહીં, સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શબવાહિની કે એમ્બ્યુલન્સ તેના વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી મળે એ કાર્ય કરવાનું કામ સ્થાનિક કોર્પોરેટર કે એમએલએનું છે, પરંતુ રાજકારણ કરતાં માનવસેવાને મહત્ત્વ આપી આ સેવાકાર્ય શરૂ કરાયું છે ત્યારે સ્થાનિક યુવકે કરેલા કાર્યને લઈ લોકોમાં પણ ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...