તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લાના બાવળા ગામે રહેતી પરિણીતાને લાંભા હાઈવે પર ભરબપોરે બે રિક્ષાચાલકોએ "ચાલ રિક્ષામાં બેસી જા, તને 1000 રૂપિયા આપીશ" એમ કહેતાં પરિણીતા ગભરાઈ ગઈ હતી. આ ઘટના રોડ પર પાનનો ગલ્લો ચલાવતા એક વૃદ્ધ જોઈ જતાં તેમણે ત્યાં જઈને મહિલાને હેરાન કરવાની રિક્ષાચાલકોને ના પાડી હતી. એ છતાંય બંને જણ નહીં માનતાં વૃદ્ધે ગામમાંથી યુવકોને બોલાવીને તેમને પકડી લીધા હતા. બંને જણાએ પોતે મામલતદાર હોવાની ઓળખ પણ આપી હતી, પરંતુ વૃદ્ધે મહિલા હેલ્પલાઈન 181ની મદદ લેતાં હેલ્પલાઈનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં બંને જણાને પકડીને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપીને તેમના વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી.
યુવતી લાંભા ગામે પિયરમાં આવી હતી
બાવળા ગામે યુવતી પતિ અને પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલાં પરિણીતા તેના પિયર અમદાવાદના લાંભા ગામે આવી હતી. પતિ અમદાવાદ કામથી આવ્યા હતા, જેથી તેમણે પત્નીને કહ્યું હતું કે હું કામથી અમદાવાદ આવ્યો છું, જેથી તારે ઘરે બાવળા આવવું હોય તો જોડે આવી જા. જેથી બપોરે 12.30ની આસપાસ પરિણીતા રિક્ષામાં લાંભા ગામથી બેસી હાઇવે પર ચાર રસ્તા પર ઊતરી ગઈ હતી. ભર બપોરનો સમય હતો અને હાઇવે પર કોઈ ન હોવાનો લાભ લઇ રિક્ષાચાલક અન્ય રિક્ષાચાલકને લઈ આવ્યો હતો.
આરોપીઓએ મામલતદારની ઓળખ આપી
બંને અલગ રિક્ષા લઈને આવ્યા હતા અને પરિણીતાને કહ્યું હતું કે રિક્ષામાં બેસી જા, તમને 1000 રૂપિયા આપીશ. તમારે જ્યાં જવું હોય ત્યાં અમે મૂકી જઈએ, જેથી પરિણીતા ખૂબ જ ગભરાઈ જઈ રડવા લાગી હતી. તેણે રિક્ષાચાલકોને મારા પતિ લેવા આવે છે, તમે અહીંથી જતા રહો કહ્યું હતું. આ સમગ્ર ઘટનાને સામે એક પાનનો ગલ્લો ચલાવતા વૃદ્ધ જોઈ ગયા હતા. પરિણીતાની જોડે જઈ પૂછ્યું હતું કે તમે આ બંનેને ઓળખો છો ? જેથી પરિણીતાએ ના પાડતાં રિક્ષાચાલકોને હેરાન ન કરવા કહ્યું હતું. બંને રિક્ષાચાલકોએ પોતે મામલતદાર હોવાનું ઓળખકાર્ડ બતાવી કાકા ખસી જાઓ અહીંથી, તમને કઈ ખબર ન પડે, એવું કહ્યું હતું.
વૃદ્ધે ગામમાંથી ફોન કરીને યુવકોને બોલાવ્યા
જેથી વૃદ્ધે ગામમાં ફોન કરી યુવકોને અને મહિલા હેલ્પલાઇન 181ને જાણ કરી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ અને યુવકો ત્યાં પહોંચી ગયાં હતાં. બંનેએ જે આઈકાર્ડ બતાવ્યાં એમાં નામ ખોટાં હોવાનું સામે આવ્યું હતું. તેમને મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાની છેડતી અંગે કાઉન્સેલિંગ કરી અને ખોટી ઓળખ આપતાં નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.