તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લૂસિવ:પહેલીવાર જુઓ સાળંગપુરના કષ્ટભંજન દેવના 6.50 કરોડના વાઘા, 8 કિલો સોનામાંથી તૈયાર થયા છે હીરાજડિત વાઘા

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ
 • વાઘા તૈયાર કરવામાં 22 ડિઝાઇનર આર્ટિસ્ટ અને 100 જેટલા સોનીઓએ કામ કર્યું
 • સુવર્ણ વાઘામાં અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન
 • વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે

સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. આ સુવર્ણ વાઘાના એક્સક્લૂસિવ ફોટાઓ દિવ્ય ભાસ્કર આપને બતાવી રહ્યું છે. ભગવાનને પહેરાવવામાં આવનારા આ સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે, સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

સાડાછ કરોડ કરતાં વધુ કિંમતના સુવર્ણના વાઘાઃ હરિપ્રકાશદાસ સ્વામી
હરિપ્રદાશદાસ સ્વામીના જણાવ્યા મુજબ, ‘ભક્તો અને કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીનો ભાવ હતો કે દાદા કાયમ અંગિકાર કરે અને સંકલ્પ થયો કે આપણે દાદાને સુવર્ણના વાઘા અર્પણ કરીએ. છેલ્લા એક વર્ષથી સુવર્ણના વાઘાનું કામ ચાલતું હતું. મુગટ અને કુંડળમાં સાચા હીરા જડવામાં આવ્યા છે. આમ, સાડાછ કરોડ કરતાં વધુ કિંમતના સુવર્ણના વાઘા અને અલંકાર દાદાને ભક્તિરૂપે ભક્તોના ભાવરૂપે અર્પણ કરાયા છે. આ વાઘાનું કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે. આ ઉપરાંત રાજકોટ, જયપુરમાં પણ વાઘાનું કામ થયું છે.’

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના વાઘા અને હાર.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના વાઘા અને હાર.

કેવી રીતે સુવર્ણ વાઘા તૈયાર કરવામાં આવ્યા?
સાળંગપુર મંદિરમાં અર્પણ કરવામાં આવેલા સુવર્ણ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે. એને સ્વામિનારાયણ જ્વેલ નામની કંપની પાસે બનાવડાવ્યા છે. સુવર્ણ વાઘા એ અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન છે. વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે. એ ઉપરાંત તેમાં 3D WORK- બિકાનેરી મીણો- પેન્ટિંગ મીણો- ફિલિગ્રી વર્ક પણ છે અને સોરોસ્કી જડેલું છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડિઝાઇન કરવા માટે સ્પેશિયલ ડિઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણીબધી ડિઝાઇન બનાવી- તપાસી- સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનાં સુવર્ણ-હીરાજડિત કુંડળ અને કડું.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનાં સુવર્ણ-હીરાજડિત કુંડળ અને કડું.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી સુવર્ણ અને હીરાજડિત મુગટમાં બિરાજમાન.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી સુવર્ણ અને હીરાજડિત મુગટમાં બિરાજમાન.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનો સુવર્ણ અને હીરાજડિત મુગટ.
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીનો સુવર્ણ અને હીરાજડિત મુગટ.
શ્રીકષ્ટભંજન દેવના સુવર્ણ અને હીરાજડિત અલંકાર.
શ્રીકષ્ટભંજન દેવના સુવર્ણ અને હીરાજડિત અલંકાર.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો