તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Security Hold Area Will Be Increased In The Airport's Domestic Terminal, 150 Square Meters Of Space Will Be Opened And People Will Get More Space.

સુવિધા:એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યુરિટી હોલ્ડ એરિયા વધારાશે, 150 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થતાં લોકોને વધુ જગ્યા મળશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોના સતત ધસારાના કારણે ટર્મિનલ બિલ્ડિંગમાં સિક્યુરિટી હોલ્ડ એરિયામાં પેસેન્જરોની ભીડ જામેલી રહે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા સિક્યુરિટી એરિયામાં આવેલી અલગ અલગ એરલાઈન્સની છ ઓફિસોને હવે એરાઈવલ એરિયામાં પહેલા માળે શિફ્ટ કરાશે. જેના પગલે ત્યાં લગભગ 150 સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે. આ જગ્યા ખુલ્લી થતા ત્યાં સિક્યોરિટી ચેકિંગ માટે લોકોને વધુ સ્પેસ મળશે.

ડિપાર્ચર એરિયામાં બોર્ડિંગ પાસ લીધા બાદ સુરક્ષા તપાસ માટે સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ફરીને જવું પડે છે. હવે એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા સિક્યુરિટી એરિયામાં લોકોને વધુ ખુલ્લી જગ્યા મળી રહે અને બોર્ડિંગ પાસ લીધા બાદ સીધા સિક્યુરિટી એરિયામાં પહોંચી શકાય તે માટે ત્યાંની ઓફિસોને શિફ્ટ કરાઇ છે, જેથી સિક્યોરિટી એરિયાનો વિસ્તાર થશે.

અન્ય સમાચારો પણ છે...