તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:LG હોસ્પિટલમાં મહિલાને સિક્યોરિટી ગાર્ડે માર માર્યો, દર્દીનાં સગાંને મળવા બાબતે મહિલા સાથે માથાકૂટ થઈ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દર્દીને મળવા બાબતે મહિલા સાથે માથાકૂટ થયા બાદ સિક્યોરિટીએ તેને ગંભીર રીતે માર મારી ઈજા પહોંચાડી હતી. - Divya Bhaskar
દર્દીને મળવા બાબતે મહિલા સાથે માથાકૂટ થયા બાદ સિક્યોરિટીએ તેને ગંભીર રીતે માર મારી ઈજા પહોંચાડી હતી.
  • મણિનગર પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સિક્યોરિટી સુપરવાઈઝર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ

મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં દાખલ દર્દીના બે સગાંને અંદર જવા બાબતે સિક્યુરિટીના માણસોએ ગડદાપાટુનો માર માર્યો હતો.જેમાં એક મહિલા સ્થળ પર બેહોશ થઈ ગઈ હતી.આ ઘટનામાં બે વ્યકિતને માર મારવા બદલ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મહિલાને આંખ, મોં પર ગંભીર ઈજા થઈ
મહિલાને આંખ, મોં પર ગંભીર ઈજા થઈ

વટવાના આયોજનનગરમાં રહેતા સતીષસિંહ રાજપૂતે મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની દીકરી માધુરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ બુધવારે સવારે સાડા સાત વાગે એલ.જી. હોસ્પિટલમાં આવ્યા હતા. તેમની દીકરીનું ઓપરેશન ચાલુ હોઈ તેઓ કેશ કાઉન્ટરની સામે બેઠા હતા.

મહિલાને આંખ, મોં પર ગંભીર ઈજા થઈ
મહિલાને આંખ, મોં પર ગંભીર ઈજા થઈ

દરમિયાન સિક્યુરિટીના માણસો તથા ત્રણ ચાર મહિલા સિક્યુરિટી ગાર્ડ આવ્યા અને એક આધેડ ઉંમરના મહિલા હાજરાબીબી રશીદખાન પઠાણ (ઉં.51 રહે. ગોમતીપુર) સાથે વોર્ડમાં નહીં જવા બાબતે ઝઘડો કરી મારામારી કરી રહ્યા હતા. આ દરમિયાન સતીષસિંહ રાજપૂતે તેમને છૂટા પડાવતા વચ્ચે પડ્યા હતા. તે વખતે સિક્યુરિટી સુપરવાઈઝર રૂપેશ જગદીશ શર્મા (ઉં.38 રહે.ઓઢવ)એ વચ્ચે આવીને સતીષસિંહ સાથે મારામારી કરી હતી. આમ દર્દીના બંને સગાં હાજરાબીબી અને સતીષસિંહને મારામારી કરનારા સિક્યોરિટી ગાર્ડની સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સિક્યોરિટી ગાર્ડ્ઝનું અમાનવીય વર્તન હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયું
હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાં સાથે અમાનવીય વર્તન કરતા સિક્યુરિટી ગાર્ડ દ્રારા બે આધેડ સ્ત્રી-પુરુષને મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાની જાણ થતાં ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે સ્થળ પર દોડી આવી ઘટનાને વખોડી કાઢી જવાબદારો સામે પગલાંની માગ કરી હતી. દરમિયાન દર્દીઓના સગાંને મારવાની ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની માહિતી મળતાં પોલીસે આ મામલે તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...