તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક રોષ:NSUIના ગુજરાતના પ્રમુખ મહિપાલસિંહને હટાવવા સચિવે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિપાલસિંહને હટાવવા રાહુલ ગાંધી સુધી રજૂઆત - Divya Bhaskar
મહિપાલસિંહને હટાવવા રાહુલ ગાંધી સુધી રજૂઆત
  • 2016માં મહિપાલસિંહ ગઢવીને ગુજરાતના NSUIના પ્રમુખ તરીકે નીમવવામાં આવ્યા છે
  • નબળું પડેલું સંગઠન અને પ્રમુખથી નારાજગી બાબતે રાહુલને રજૂઆત કરવા એક જૂથ દિલ્હીમાં

વિદ્યાર્થી સંગઠન NSUIમાં વિખવાદ થયો છે. ગુજરાતના પ્રમુખ તરીકે 5 વર્ષથી નીમાયેલા મહિપાલસિંહ ગઢવી નિષ્ક્રિય છે જેના કારણે સંગઠન નબળું થઈ રહ્યું છે તો આ અંગે વિચારણા કરીને માળખામાં ફેરફાર કરવામાં આવે જેથી પહેલી જેમ NSUI મજબૂત બની શકે, આ તમામ રજૂઆત લઈને NSUIના સચિવે તથા કાર્યકરોએ રાહુલ ગાંધી અને નીરજ કુંદનને પત્ર લખ્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

NSUIમાં જૂથ પડી ગયા છે
છેલ્લા કેટલાય સમયથી NSUI અલગ અલગ જૂથમાં ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય ત્યારે પણ NSUIના અલગ અલગ જૂથ દ્વારા અલગ અલગ રજૂઆત કરવામાં આવી રહી છે. 2016માં મહિપાલસિંહ ગઢવીને ગુજરાતના NSUIના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા. મહિપાલસિંહની નિમણૂક બાદ અલગ અલગ જૂથ પડી ગયા હતા. જેને કારણે NSUI નબળું થઈ ગયું છે. અત્યારે પણ NSUIના વિરોધ પ્રદર્શનમાં NSUIના કેટલાક કાર્યકરોના જૂથવાદને કારણે વિરોધમાં પૂરતા કાર્યકરો હાજર રહેતા નથી.

મહિપાલસિંહથી નારાજ કાર્યકરોની રાહુલને રજૂઆત
અત્યારના પ્રમુખ મહિપાલ સિંહથી નારાજ NSUIના જ જૂથના કાર્યકરોએ રાહુલ ગાંધી અને નીરજ કુંદનને મેઈલ અથવા લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, 2016થી મહિપાલસિંહ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ મહિપાલસિંહ દ્વારા વિદ્યાર્થીઓ માટે કે સંગઠન માટે કોઈ ખાસ પગલાં લેવામાં આવતા નથી. NSUIના અનેક કાર્યકરો વિદ્યાર્થીઓ સાથે સીધા જોડાયલા છે. મહિપાલસિંહની નિમણૂક કેટલાક નેતાઓની ભલામણના આધારે કરવામાં આવી છે, જેના કારણે સક્રિય જૂથ અને કાર્યકરોમાં નિરાશા જોવા મળી છે.

રજૂઆત માટે એક ટીમ દિલ્હી ગઈ છે
NSUIના જ આગેવાનના જણાવ્યા અનુસાર મહિપાલસિંહ ગઢવી બાબતે રજૂઆત કરવા એક ટીમ દિલ્હી ગઈ છે. અત્યારે નબળું પડેલા સંગઠન અને પ્રમુખથી નારાજગી બાબતે રજૂઆત કરવામાં આવશે અને સક્રિય હોય તેવા વ્યક્તિની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે જેથી સંગઠન ફરીથી મજબૂત થઈ શકે.