તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હુમલાની મોકડ્રિલ:સચિવાલય, એસજીવીપી, એ-વન મોલમાં એનએસજી કમાન્ડો અને પોલીસદળે સંયુક્ત મોકડ્રિલ યોજી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સ્થિત એસજીવીપી ગુરુકુળમાં 80થી વધુ કમાન્ડો, પોલીસ અધિકારીઓ મોકડ્રિલ માટે પહોંચ્યા હતા, જે બે કલાકથી વધુ સમય ચાલી હતી. - Divya Bhaskar
સોલા સ્થિત એસજીવીપી ગુરુકુળમાં 80થી વધુ કમાન્ડો, પોલીસ અધિકારીઓ મોકડ્રિલ માટે પહોંચ્યા હતા, જે બે કલાકથી વધુ સમય ચાલી હતી.
  • ગુરુકુળ પરિસરમાંં 80થી વધુ કમાન્ડો, અધિકારીઓ પહોંચ્યા

અફઘાનિસ્તાનમાં સત્તાપલટા બાદ આતંકવાદી હુમલાની સંભાવનાઓને જોઈ રાજ્યના સલામતી દળો દ્વારા વિવિધ સ્થળોએ સલામતી વ્યવસ્થાની ચકાસણી કરવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવી છે. મંગળવારે પાટનગર ગાંધીનગરમાં સચિવાલયખાતે તેમજ અમદાવાદ શહેરમાં એસજીવીપી ગુરુકુળ સોલા ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી.

અમદાવાદના છેવાડે સોલા એસજીવીપીમાં મંગળવારે મોડી સાંજે એન.એસ.જી. કમાન્ડો તથા પોલીસદળના સંયુકત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 થી વધુ કમાન્ડો અને પોલીસ કર્મચારીઓએ મંદિર પરિસરમાં આતંકવાદી હુમલાને ખાળવા માટે મોકડ્રિલ કરી હતી.જે બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર લોકોને બહાર નીકળવાની મનાઈ કરી અંદરના સમગ્ર વિસ્તારને પોલીસ અને કમાન્ડોએ ઘેરી લીધો હતો. બીજી તરફ ગાંધીનગરમાં પણ સચિવાલય ખાતે મોડી રાતે આતંકવાદી હુમલો થયો હોવાનો સીન ઉભો કરીને એનએસજી કમાન્ડોએ હુમલાથી થોડી જ મિનિટોમાં સચિવાલયમાં પ્રવેશ કરીને મોરચો સંભાળી લીધો હતો.

વસ્ત્રાપુરના મોલમાં પણ મોકડ્રિલ યોજાઈ
અમદાવાદ એસજીવીપી અને ગાંધીનગરમાં મોકડ્રીલ બાદ મોડી રાતે પોલીસ દ્વારા શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ વન મોલમાં પણ મોકડ્રિલનંુ આયોજન કરાયું હતું. જેમાં મોલમાં આતંકવાદીઓએ નાગરીકોને બાનમાં લઈ લીધા હોવાની સ્થિતિ ક્રીએટ કરીને એન.એસ.જી કમાન્ડો દ્વારા નાગરિકોને સહી સલામત આતંકવાદીઓના સકંજામાંથી છોડાવી લેવા કરવામાં આવેલી કાર્યવાહીની મોકડ્રિલ કરાઈ હતી. આ પહેલા મોલના તમામ પ્રવેશ દ્વાર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને નાગરીકોની અવર જવર અટકાવી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...