તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Secretariat Employees Will Be Counted As Half Leave If They Are 10 Minutes Late On Duty, Action Will Be Taken If They Leave The Office Before 6 Pm

કામ ચોરી કરી તો ખેર નહીં:સચિવાલયના કર્મચારીઓ ફરજ પર 10 મિનિટ મોડા આવશે કે વહેલા જશે તો અડધી રજા ગણાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં કાર્ડ સ્વાઈપ બંધ હોવાથી કેટલાક કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનું પાલન નથી કરતા.
  • નાણાં વિભાગે પરિપત્ર જાહેર કરીને સરકારી કર્મચારીઓને સમયપાલનનું ભાન કરાવ્યું.

કોરોનાની બીજી લહેર કંટ્રોલમાં આવી ગઈ છે. સરકારે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે સરકારી અને ખાનગી ઓફિસોમાં 100 ટકા કર્મચારીઓ કામ કરી શકશે એવી સરકારે જાહેરાત પણ કરી છે. ત્યારે કોરોના કાળ પછી સરકારી કર્મચારીઓ કચેરીમાં સમયસર ના આવતા હોવાની રાવ ઉઠી છે. નાણાં વિભાગે સમયસર કચેરીમાં નહીં આવનારા કર્મચારીઓના મુદ્દે એક પરિપત્ર જાહેર કર્યો છે. સચિવાલયના કર્મચારીઓ કચેરીમાં 10 મિનિટ મોડા આવશે કે વહેલા જશે તો અડધા દિવસની રજા ગણાશે. આકસ્મિક સંજોગોમાં કર્મચારીઓએ ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે.

સરકારનો પરિપત્ર અણધડ રીતે જાહેર કરાયો છે
સરકારના નાણાં વિભાગ દ્વારા અનિયમિત સરકારી કર્મચારીઓને ડરાવવા માટે કરેલો પરિપત્ર અણધડ રીતે કરાયેલો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમાં જો કોઈ કર્મચારી ત્રણ વખત મોડો આવે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, પરંતું સતત મોડા આવવા ટેવાયેલા કર્મચારીઓ સામે કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં ભરવાં તેનો કોઈ ઉલ્લેખજ કરવામાં નથી આવ્યો. બીજી તરફ આકસ્મિક સંજોગોમાં કર્મચારીએ મોડા આવવા અથવા વહેલા જવા માટે ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે. પરંતુ જો કોઈ કર્મચારી આ પ્રકારની જાણ ના કરે તો કયા પ્રકારની કાર્યવાહી કરાશે તેનો પણ ઉલ્લેખ નથી. એટલે સરકારના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલ આ પરિપત્ર નહોર વિનાના વાઘ જેવો સાબિત થઈ શકે છે.

નાણાં વિભાગે જાહેર કરેલો પરિપત્ર
નાણાં વિભાગે જાહેર કરેલો પરિપત્ર

શિક્ષાત્મક પગલાં લેવા સરકારનો આદેશ
આ પરિપત્ર મુજબ સરકારી કચેરીમાં સવારે 10.30 વાગ્યાથી સાંજે 6.10 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. જો.કે કેટલાક કર્મચારીઓ 10.40 પછી કચેરીમાં હાજર થતાં હોય છે. તેમજ સાંજે 6 વાગ્યા પહેલા જ ઘરે રવાના થઈ જતાં હોય છે. નવા પરિપત્ર પ્રમાણે જો કોઈ કર્મચારી આવા કિસ્સામાં ત્રીજી વખત પકડાશે તો અડધા દિવસની રજા ગણી લેવાશે. તે ઉપરાંત તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

સાંજે 6 પહેલા ઓફિસ છોડશે તો કાર્યવાહી કરાશે
કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સચિવાલયના દરેક કર્મચારીઓની હાજરી માટે કાર્ડ સ્વાઈપ કરવા માંથી મુક્તિ આપવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી રિવ્યૂ મીટિંગમાં કેટલાક સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન કરતા નહીં હોવાનું સામે આવ્યું છે. તેથી અધિક મુખ્ય સચિવ દ્વારા આ મામલે કડક પગલા લેવાયા છે. જો કોઈ કર્મચારી એક મહિનામાં બે વાર 10.40 બાદ કચેરીમાં આવશે અથવા સાંજે 6 પહેલા ઓફિસ છોડશે તો તેના પર કાર્યવાહી કરાશે.

કર્મચારીઓ સામે કેવા પગલાં લેવાશે તેનો કોઈ ઉલ્લેખ નથી ( પ્રતિકાત્મક તસવીર)
કર્મચારીઓ સામે કેવા પગલાં લેવાશે તેનો કોઈ ઉલ્લેખ નથી ( પ્રતિકાત્મક તસવીર)

આકસ્મિક સંજોગો હોય તો ઉપરી અધિકારીને જાણ કરવી પડશે
આવા કિસ્સામાં કોઈ પણ કર્મચારી ત્રીજીવાર 10 મિનિટ મોડો આવશે અથવા 10 મિનિટ વહેલા જશે તો તે કર્મચારીની અડધા દિવસની રજા મૂકાશે. તેમજ કર્મચારી આદત મુજબ વારંવાર મોડા આવશે અથવા વહેલા જશે તો તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ આકસ્મિક સંજોગોમાં મોડા આવવાનું અને વહેલા જવાનુ જણાય તો ઉપરી અધિકારીને આ વિશે જાણ કરવાની રહેશે.