તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત યુનિવર્સિટી:પ્રથમ વર્ષ B.Sc.માં 21મીથી પ્રવેશનો બીજો રાઉન્ડ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસીની પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી 10,000થી વધુ બેઠકો પર પ્રવેશ માટેનો સેકન્ડ રાઉન્ડ 21મી સપ્ટેમ્બરથી શરૂ થશે.

પ્રવેશ કમિટીના કો ઓર્ડિનેટર ડો. એન. કે. જૈને કહ્યું કે, સેકન્ડ રાઉન્ડમાં 21થી 23 સપ્ટેમ્બર સુધી રિશફલિંગ માટે સંમતિ આપવાની કે ચોઈસમાં ફેરફાર કરી શકાશે. 24થી 29મી સપ્ટેમ્બરે નવા રજિસ્ટ્રેશન માટે ઓન લાઈન પિન મળશે. 25થી 30 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ ઓનલાઈન ચોઈસ ફીલિંગ કરાવી શકશે. 3 ઓક્ટોબરે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. જ્યારે 10મી ફાઈનલ મેરિટ લિસ્ટ, સીટ એલોટમેન્ટની જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...