કોરોના સામે લડાઈ માટે દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં પણ વેક્સિનનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આવતીકાલે અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમના માટે જ વેક્સિનેશન કાર્ય ચાલું રહેશે. આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, કોવિશિલ્ડના પ્રથમ ડોઝના 84 દિવસ તથા કોવેક્સિનના પ્રથમ ડોઝના 28 દિવસ થયા હોય તેવા વ્યક્તિઓને 15મી ઓગસ્ટે વેક્સિન આપવાનું કાર્ય ચાલું રહેશે.
શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નક્કી સેન્ટર્સ પર વેક્સિન મળશે
આથી જે વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા નક્કી કરેલા કોમ્યુનિટી હોલ/ મ્યુનિસિપલ સ્કૂલ ખાતે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે.
શનિવારે 40 હજારથી વધુ લોકોએ વેક્સિન લીધી
અમદાવાદ શહેરમાં આજે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા નક્કી કરેલા કોમ્યુનિટી હોલ/ મ્યુનિસિપલ સ્કૂલ ખાતે કુલ 40,372 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 24,497 પુરુષો અને 15,875 સ્ત્રીઓએ વેક્સિન લીધી હતી. આ વેક્સિનેશનમાં સૌથી વધુ 18થી 44 વયજૂથના 28,253 લોકોએ વેક્સિન લીધી હતી. જ્યારે 44 ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 17 હેલ્થ કેર વર્કર્સને પણ આજે વેક્સિન અપાઈ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.