તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદિક, 7763 બેઠકો પર સીટનું એલોટમેન્ટ કરાયું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથીની 100થી વધુ કોલેજોની 12,000થી વધુ બેઠકો પર કુલ 7763 વિદ્યાર્થીને સીટ એલોટમેન્ટ કરાયું છે, જે વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે તે વિદ્યાર્થીઓમાંથી 243 વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.

બીજી તરફ 27મી નવેમ્બરથી 5 ડfસેમ્બર સુધીમાં પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરાશે. જે 7763 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે, તે વિદ્યાર્થીઓમાંથી 5298ને મેડિકલમાં, 1219ને ડેન્ટલમાં, 432ને આયુર્વેદિકમાં તથા 814ને હોમિયોપેથી કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે સીટ એલોટમેન્ટ કરાયું છે. જે કોલેજોને માન્યતા હજુ સુધી મળી નથી તેવી કોલેજોમાં માન્યતા આવશે તે પછીના રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...