રાહતમાં સમાચાર:ઉત્તર ગુજરાતમાંથી અમદાવાદ અપડાઉન કરતા સિઝન પાસ ધારકો માટે ડેમુ ટ્રેનમાં પ્રવાસ માટે મજૂરી અપાઈ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદથી પ્રવાસીઓ માટે પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

દૈનિક ઉત્તર ગુજરાતથી અમદાવાદ મુસાફરી કરતા પ્રવાસીઓ કે જેવો માસિક પાસ ધરાવે છે અને અપડાઉન કરે છે, તેમના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાની શરૂઆત થયા બાદ માસિક પાસ ધરાવતા પ્રવાસીઓ માટે પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.પરંતુ ફરી એકવાર પ્રવાસીઓની માંગને જોતા આ ટ્રેનમાં તેમને પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી ચાલતી 4 મેલ એક્સપ્રેસ ડેમુ ટ્રેનમાં હવે પાસ ધરાવતા લોકો મુસાફરી કરી શકશે. કોરોનાની શરૂઆત બાદ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા .જે સંદર્ભે ટ્રેનમાં લોકોની ભીડને ટાળવા માટે દૈનિક અપડાઉન કરતા લોકોને મુસાફરી કરવા પર રોક લગાવવામાં આવી હતી. જેના કારણે રોજેરોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાંથી અમદાવાદ અપડાઉન કરતા લોકો અને કર્મચારીઓ માટે મોટી સમસ્યા સર્જાઇ હતી. તેમના માટે ટ્રેનમાં મુસાફરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવતા ખર્ચ અને સમય પણ વધુ જતો, જોકે હવે ટ્રેન સ્વાકે ફરી શરૂ તથા લોકો માટે મોટી રાહત બની રહેશે. આ ટ્રેનોના માત્ર અનરિઝર્વ્ડ કોચમાં જ સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સીઝન ટિકિટ ધારક આરક્ષિત કોચમાં મુસાફરી કરી શકશે નહી.

1. ટ્રેન નંબર 14821 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ (પાલનપુર - સાબરમતી ની વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી) 2. ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એIક્સપ્રેસ (સાબરમતી-પાલનપુરની વચ્ચે મુસાફરી માટે પરવાનગી) 3. ટ્રેન નંબર 14893 જોધપુર - પાલનપુર ડેમૂ (ભીલડી - પાલનપુરની વચ્ચે મુસાફરી માટે પરવાનગી) 4. ટ્રેન નંબર 14894 પાલનપુર-જોધપુર ડેમૂ (પાલનપુર-ભીલડી વચ્ચે મુસાફરી માટે પરવાનગી) 5. ટ્રેન નંબર 09437 મહેસાણા - આબુરોડ ડેમૂ (મહેસાણા - પાલનપુરની વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી) 6. ટ્રેન નંબર 09438 આબુરોડ – મહેસાણા ડેમુ (પાલનપુર - મહેસાણાની વચ્ચે મુસાફરી કરવાની પરવાનગી) 7. ટ્રેન નંબર 09459 અમદાવાદ - વિરમગામ મેમુ (અમદાવાદ - વિરમગામની વચ્ચે મુસાફરીની મંજૂરી) 8. ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ (વિરમગામ-અમદાવાદ વચ્ચે મુસાફરીની મંજૂરી)

અન્ય સમાચારો પણ છે...