મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરો દ્વારા બાકી મિલકતવેરો ચૂકવવામાં ના આવતો હોવાથી કરવેરા વસૂલવા પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી છેલ્લા નવ દિવસથી શરૂ કરવામાં આવી છે. શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા કુલ 423 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે.
છેલ્લા 9 દિવસથી ટેક્સ વસૂલવાની કાર્યવાહી ચાલુ
આજે મંગળવારે પશ્ચિમ ઝોનમાં આશ્રમ રોડ પર આવેલા પોપ્યુલર હાઉસ, ગુજરાત હાઈકોર્ટ પાસે લોહા ભવન, આશ્રમ રોડ પર કોર્પોરેટ હાઉસ, AMA હાઉસ પાસે શિવાલીક પ્લાઝા કોમ્પ્લેક્સમાં 139 મિલકતો સીલ મારી હતી. જ્યારે 426 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવતા જોધપુર, સરખેજ, એસજી હાઇવે, મકતમપુરા, વેજલપુર સહિતના વિસ્તારોમાં કુલ 48 મિલકતો સીલ કરવામા આવી છે. ઉત્તર ઝોનમાં સુમેલ 4માં દુકાનો, નરોડા જીઆઈડીસીમાં 6 ફેકટરીઓ, ઈન્દિરાબાગ નેશનલ હાઇવે 8 પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ શેડો, દુકાનો વગેરે મળી કુલ 115 મિલકતો સીલ કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે, ડ્રાઈવ ઇન સિનેમા રોડ, સિંધુ ભવન રોડ સહિતની કુલ 121 મિલકતો સીલ કરી છે.
સોમવારે 329 પ્રોપર્ટી સીલ કરાઈ
આ પહેલા સોમવારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે પર કારગિલ પેટ્રોલ પંપ પાસે આવેલા ગણેશ મેરેડીયનમાં આવેલી 48 મિલકતો, ગોતા વિસ્તારમાં ક્રિષ્ના ફાર્મ પાર્ટી પ્લોટ, વિશ્વાસ સીટી, શુકન, વંદેમાતરમ આઇકોન, શાયોના આગમન, શિવ આરકેડ, અનુશ્રી રેસિડેન્સીની 129 મિલકતો મળી કુલ 177 જેટલી પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા સીલ કરાઈ હતી. જ્યારે ઉત્તર ઝોનમાં ટેક્સ વિભાગે અમદુપુરા સુમેલ 4, શાસ્ત્રી સ્ટેડિયમ, બુધ્ધનગર વોર્ડ, અરિહંતનગર, સરદારનગર, નરોડા ગામ, દિનેશ ચેમ્બર્સ સહિતના વિસ્તારમાં 138 પ્રોપર્ટીઓ સીલ કરી દીધી હતી. જ્યારે જોધપુર, સરખેજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં 14 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી હતી.
બાકી કરવેલો વસૂલવાની ઝુંબેશ ચાલુ રહેશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કતવેરાની વસુલાત શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિફોલ્ટરો કોર્પોરેશનની નોટીસને ગંભીરતાથી ન લેતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે અને તાકીદે વેરો ભરવા જણાવ્યું છે. આગામી દિવસોમાં સિલિગ ઝુંબેશ વધુ સઘન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.