AMCની કાર્યવાહી:79 લાખ બાકી પ્રોપર્ટી ટેક્સ બદલ 28 મિલકતો સીલ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રોપર્ટી ટેક્સમાં કોમર્શિયલ મિલકતધારકોને રાહત આપવા છતાં, ટેક્સ નહીં ભરનાર મિલકતધારકો સામે કાર્યવાહી કરાઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એકસાથે 28 મિલકતો સીલ કરાઈ છે. જેમનો 79 લાખથી વધુનો ટેક્સ બાકી હતી.

ગોતાની 14, જોધપુર, સરખેજ, વેજલપુર અને મક્તમપુરાની 12 મિલકતોને મ્યુનિ.એ સીલ કરી છે. દ.પશ્ચિમ ઝોનમાં 45.8 લાખના લેણાં બાકી હોય તેવી 12, ઉ.પશ્ચિમ ઝોનમાં 33.55 લાખના લેણાં બાકી હોય તેવી 14 મિલકતો સહિત 79.35 લાખના લેણાં બાકી હોય તેવી 28 મિલકતો સીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...