તસવીરોમાં ચૂંટણી:રાજ્યના 27200 સરપંચ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ, આગામી 21મી ડિસેમ્બરે મતગણતરી યોજાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યની 8864 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલ ચૂ઼ંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ સરેરાશ 74 ટકા મતદાન કર્યુ હતું. સૌરાષ્ટ્રમાં સરેરાશ 70 ટકા જ્યારે કચ્છમાં 73.98 ટકા ધીગું મતદાન થયું હતું, જેમાં સાૈથી વધુ લખપત તાલુકામાં 82.22 ટકા અને સાૈથી અોછું ગાંધીધામ તાલુકામાં 60.77 ટકા મતદાન થયું હતું.

બારડોલીઃ વાલોડના ગોડધા ગામે વર્ષોથી ગ્રામજનો નિર્ણય લઇ પેનલ બનાવતા અને 2002થી સમરસ પંચાયતમાં 45 વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે.
બારડોલીઃ વાલોડના ગોડધા ગામે વર્ષોથી ગ્રામજનો નિર્ણય લઇ પેનલ બનાવતા અને 2002થી સમરસ પંચાયતમાં 45 વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે.

વલસાડ જિલ્લામાં સરેરાશ 75 ટકા , નવસારીમાં 72.45 ટકા, ડાંગમાં 77.51 ટકા મતદાન પ.00 વાગ્યા સુધીમાં નોંધાયું હતુ઼. દાહોદ જિલ્લામાંં સરેરાશ 84 ટકા મતદાન થવા પામ્યું છે. પંચમહાલ જિલ્લાની ગ્રામપંચાયતની યોજાયેલ ચૂંટણીનું અંદાજીત મતદાન 74.70 ટકા થયુ હતુ઼.નોંધનીય છે કે મોરવા હડફના વિરણીયામાં સરપંચ પદના ઉમેદવારનું ચૂટણી ચિહ્ન ડીઝલ પંપના બદલે પેટ્રોલ પંપનું બેલેટ પેપર પર દેખાતા હોબાળો મચી ગયો હતો.પરીણામે રવિવારે ચૂંટણી રદ કરી સોમવારે પુન: ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો.

વડતાલઃ ધર્મની સાથે લોકશાહીની રક્ષા કાજે મતદાન આજરોજ સંતો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
વડતાલઃ ધર્મની સાથે લોકશાહીની રક્ષા કાજે મતદાન આજરોજ સંતો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીની સાથે સાથે...

  • ભરૂચના ડહેલી ગામે મતદાન દરમિયાન જૂથ અથડામણ, 5 ઘવાયા.
  • અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષકનું મોત.
  • દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર રાણપરડા વોર્ડ નં. 3ના ઉમેદવાર ટમુબેન મોઢવાડિયા મતદાનના દિવસે જ હાર્ટએટેકથી મોત થયાની ઘટના બની છે.
  • વલસાડના ભદેલી જગાલાલામાં ઉમેદવારે મતદાન કરી બેલેટ પેપરનો ફોટો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો, આચારસંહિતા ભંગની ફરિયાદ, સભ્ય પદની ઉમેદવારી રદ કરવા રજૂઆત.
  • વીરપુરના ઉમરાળીમાં બોગસ મતદાન કરવા જતાં ઝડપાયો.
  • વાલિયામાં બુથ કેપ્ચર કરાયું હોવાના આક્ષેપ સહ હોબાળો
  • મહિલા અધિકારી દ્વારા બેલેટ પેપર પર જાતે જ સિક્કા મરાયા હોવાના આક્ષેપ સાથે હોબાળો.
  • જસદણ-વીંછિયા બંને તાલુકામાંથી માંડ 8 સમરસ મતદાનમાં મોખરે.
દાહોદઃ જિલ્લામાં મહિલાઓએ લાજ (ઘૂઘટ )ની પ્રથા આજે પણ અકબંધ છે.લોકશાહી ની લાજ રાખવા લાજ સાથે મહિલાઓએ મતદાન કર્યું.
દાહોદઃ જિલ્લામાં મહિલાઓએ લાજ (ઘૂઘટ )ની પ્રથા આજે પણ અકબંધ છે.લોકશાહી ની લાજ રાખવા લાજ સાથે મહિલાઓએ મતદાન કર્યું.
તાપીઃ તાપી નદીના કિનારે સ્થિત જુના ગોરાસા ગામના આશરે 60 થી 70 જેટલાં મતદારો હોળીના સહારે પોતાના મનગમતા ઉમેદવારને તારવા નીકળ્યા હતાં.
તાપીઃ તાપી નદીના કિનારે સ્થિત જુના ગોરાસા ગામના આશરે 60 થી 70 જેટલાં મતદારો હોળીના સહારે પોતાના મનગમતા ઉમેદવારને તારવા નીકળ્યા હતાં.
રાજકોટઃ રાણસિકીમાં દિવાલી બેન નામના 116 વર્ષીય વૃધ્ધાએ મતદાન કર્યુ.
રાજકોટઃ રાણસિકીમાં દિવાલી બેન નામના 116 વર્ષીય વૃધ્ધાએ મતદાન કર્યુ.
વલસાડઃ આર્ટસ કોલેજમાં 95 વર્ષના નાનુભાઇએ વેક્સિન લીધા બાદ મત આપ્યો.
વલસાડઃ આર્ટસ કોલેજમાં 95 વર્ષના નાનુભાઇએ વેક્સિન લીધા બાદ મત આપ્યો.

આચારસંહિતા ભંગ...

નવસારીઃ ચીખલીના વંકાલમાં ઉમેદવારના નામ-ચિહ્નવાળો બલૂન મતદાન મથકથી ૫૦૦ મિટરની અંદર હવામાં યથાવત.
નવસારીઃ ચીખલીના વંકાલમાં ઉમેદવારના નામ-ચિહ્નવાળો બલૂન મતદાન મથકથી ૫૦૦ મિટરની અંદર હવામાં યથાવત.
રાજકોટઃ વીરપુરમાં મોબાઇલ લઇને જઇ રહેલા મતદારને કોન્સ્ટેબલે અટકાવી ઢોર માર મારતાં હોબાળો મચી જવા પામ્યો હતો.
રાજકોટઃ વીરપુરમાં મોબાઇલ લઇને જઇ રહેલા મતદારને કોન્સ્ટેબલે અટકાવી ઢોર માર મારતાં હોબાળો મચી જવા પામ્યો હતો.
વલસાડઃ વલસાડમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીએ એમ્બ્યુલન્સમાં આવી મતદાન મથકમાં સ્ટ્રેચર પર મતદાન કર્યું
વલસાડઃ વલસાડમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીએ એમ્બ્યુલન્સમાં આવી મતદાન મથકમાં સ્ટ્રેચર પર મતદાન કર્યું
અન્ય સમાચારો પણ છે...