તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની કાર્યવાહી:5થી 16 લાખ સુધીનો ટેક્સ નહીં ભરનારી અમદાવાદ પૂર્વ ઝોનની 10 કોમર્શિયલ મિલકત સીલ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સીલ કરાયેલી મિલકતનાં પાણી કનેકશન કપાશે. - Divya Bhaskar
સીલ કરાયેલી મિલકતનાં પાણી કનેકશન કપાશે.
 • અવાર-નવાર નોટિસ આપવા છતાં માલિકો ગણકારતાં ન હોવાથી કાર્યવાહી
 • સીલ કરાયેલી મિલકત સાથે છેડછાડ કરનારા સામે પોલીસ ફરિયાદ સહિતનાં પગલાં લેવા ચેતવણી

પૂર્વ ઝોનમાં અંદાજે 10 કોમર્શિયલ મિલકતોના માલિકોએ 5થી 16 લાખ સુધીનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી મ્યુનિ.નીએ આ મિલકતો સીલ કરી છે. બાકી ટેક્સ માટે કોમર્શિયલ મિલકતોને ટેક્સમાં 30 ટકા રાહત છે. જો કે, આ મિલકત માલિકોએ અવારનવાર નોટિસ છતાં ટેક્સ ભર્યો ન હતો.

પૂર્વ ઝોનમાં કેટલીક કોમર્શિયલ મિલકતોનો લાંબા સમયથી ટેક્સ બાકી હતો. આખરે મ્યુનિ.એ આ મિલકતોને સીલ મારવું પડ્યું હતું. મ્યુનિ.એ માલિકોને નોટિસ આપી છે કે, જરૂર પડે આવી મિલકતોનાં નળ ગટરના કનેકશન પણ કાપવામાં આવશે. આવા ડિફોલ્ટરો જો સીલ સાથે છેડછાડ કે તોડવાનો પ્રયાસ કરશે તો તેમની સામે સરકારી કાર્યવાહીમાં હસ્તક્ષેપ સાથે સરકારી રેવન્યુને નુકસાન કરવા હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

સીલ કરાયેલી મિલકતનાં પાણી કનેકશન કપાશે

મિલકતબાકી ટેક્સ
શ્રી પાઇપ બેન્ડેજ કું, વિરાટનગર16.80 લાખ
મહારાજા હોટેલ, ઓઢવ11.65 લાખ
ખોડલ ફાર્મ, નિકોલ10.54 લાખ
પરેશભાઇ (હેલ્થ ક્લબ),અમરાઈવાડી7.56 લાખ
ગોવિંદભાઇ ખટીક, અમરાઈવાડી7.49 લાખ
ટ્રોન્ગલ ટેકનોલોજીસ, પાંચકુવા7.41 લાખ
ટ્રાન્સકોર ટેકનોલોજીસ, નિકોલ6.33 લાખ
ગ્રીન પેલેસ હોટેલ, ઓઢવ6.26 લાખ
ગોકુલ પાર્ટી પ્લોટ, નવા નિકોલ5.50 લાખ
સોમનાથ ફાર્મ, નિકોલ1.09 લાખ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો