તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સી-પ્લેનનું આગમન:અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું લેન્ડિંગ, ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેને ફરી ઉડાન ભરી અને ફરી લેન્ડ કર્યું, લોકોએ બાલ્કનીમાંથી નજારો નિહાળ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
 • કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કર્યા બાદ કેવડિયામાં સી-પ્લેનનું આગમન
 • ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવ્યા
 • AMCના અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર

રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરી છે. આજે સી-પ્લેન ટેસ્ટિંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે.

ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેન ઉાડાન ભરી ફરી લેન્ડ થયું
આજે સી પ્લેન ટેસ્ટિંગ માટે ત્રણ વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યું હતું. આ સી-પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. ડો.રાજીવ ગુપ્તા કેવડિયાથી અમદાવાદ આવ્યા હતા. લેન્ડિગ થયા બાદ સી-પ્લેનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન સી-પ્લેને ફરી ઉાડાન ભરી હતી, ત્યાર બાદ ફરી લેન્ડ કરવામાં આવ્યું હતું.

કેવેડિયાથી આવીને રિવરફ્રન્ટ પર લેન્ડિગ થયું ત્યારની તસવીર
કેવેડિયાથી આવીને રિવરફ્રન્ટ પર લેન્ડિગ થયું ત્યારની તસવીર

PM મોદીના આગમનને લઈ રિવરફ્રન્ટ પર ચાંપતો બંદોબસ્ત
જેની વચ્ચે શહેર પોલીસે પણ સુરક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્વકર્મા, સેકટર 1 જેસીપી આર.વી અસારી અને અધિકારીઓએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી આવવાના છે ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોય છે જેથી પોલીસે અત્યારથી જ ચકાસણી શરૂ કરી છે.

સી-પ્લેને ટેસ્ટિંગ માટે ફરી ઉડાન ભરી ત્યારની તસવીર
સી-પ્લેને ટેસ્ટિંગ માટે ફરી ઉડાન ભરી ત્યારની તસવીર
 • લેન્ડિગ સમયે પક્ષીઓને ઉડાડવા ફટાકડા ફોડ્યા
 • સી-પ્લેનને લેન્ડ થતું જોવા અમદાવાદીઓ ધાબે ચડ્યા.
 • લોકોએ બારી અને બાલ્કનીમાંથી સી-પ્લેનનો નજારો નિહાળ્યો
 • AMCના, સ્પાઈસ જેટના અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.
ટેસ્ટિંગ દરમિયાન ઉડાન ભર્યા બાદ ફરી લેન્ડિગ થયું ત્યારની તસવીર
ટેસ્ટિંગ દરમિયાન ઉડાન ભર્યા બાદ ફરી લેન્ડિગ થયું ત્યારની તસવીર
રિવરફ્રન્ટ પર લેન્ડ થઈ ગયેલું સી-પ્લેન.
રિવરફ્રન્ટ પર લેન્ડ થઈ ગયેલું સી-પ્લેન.
અમદાવાદીઓ સી-પ્લેન જોવા ધાબે ચડ્યા હતા.
અમદાવાદીઓ સી-પ્લેન જોવા ધાબે ચડ્યા હતા.

કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કરી સી-પ્લેનનું કેવડિયામાં લેન્ડિંગ
કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કર્યા બાદ હાલ સી-પ્લેન ગુજરાતના કેવડિયા તળાવ નંબર 3 ખાતે આવી પહોંચ્યું છે. 19 સીટર આ સી-પ્લેનમાં હાલ 12 મુસાફરોને બેસાડવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર લેન્ડિંગ કરી રહેલા સી-પ્લેનનો લોકોએ બાલ્કનીમાંથી નજારો નિહાળ્યો.
સાબરમતી રિવરફ્રન્ટ પર લેન્ડિંગ કરી રહેલા સી-પ્લેનનો લોકોએ બાલ્કનીમાંથી નજારો નિહાળ્યો.
 • રવિવારે માલદીવ્સથી આ પ્લેન પહેલા ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. બાદમાં ગોવા વોટરડ્રામ રોકાયું હતું.
 • ગોવાના વોટરડ્રોમથી સી-પ્લેને ઉડાન ભરી છે એવું સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.
 • અમદાવાદ રિવરફ્રન્ટ વોટર એરોડ્રામ પર હાલ થ્રી લેયર સિક્યોરિટી.

24 કલાકમાં ચાર ઉડાન ભરશે, ભાડું 4,800
આ ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું 4,800 નક્કી કર્યું છે. આ ઉપરાંત રોજ ચાર જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં 2 પાઇલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે.

શું છે સી-પ્લેન અને વિશ્વમાં પહેલીવાર ક્યારે ઉડાન ભરી હતી?
પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે એ ઉપરાંત પાણીમાં તરી શકે એવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લેનના અમુક ભાગોની બનાવટ બોટના ઢાંચા જેવા હોવાથી એને ફ્લાઇંગ બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી પહેલું સી-પ્લેન વર્ષ 1911માં ઉડાડવામાં આવ્યું હતું અને પાણી પર પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગ્લેન એચ. કર્ટિસ નામના અમેરિકન ઇજનેરે આ પ્રકારનું પહેલું એરક્રાફ્ટ બનાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો સારોએવો ઉપયોગ થયો હતો. યુદ્ધ પૂર્ણ થયા બાદ આ પ્લેનનો વ્યાપારી હેતુસર ઉપયોગ પણ થવા લાગ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં પણ આ પ્લેન કામ લાગ્યાં હતાં. જોકે બીજા વિશ્વયુદ્ધ બાદ પણ સી-પ્લેનનો ઉપયોગ નાના પાયે જ થતો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ
30 ઓક્ટોબર સાંજે 3 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન

30 ઓક્ટોબરનો કાર્યક્રમ

 • પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે.
 • ફેરી બોટ (ક્રૂઝ )નું ઉદ્ધઘાટન કરશે.
 • ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે.
 • સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ રોકાણ કરશે.

31 ઓક્ટોબરનો કાર્યક્રમ

 • સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે.
 • સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા.
 • સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ કરશે.
 • સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે.
 • સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે.
 • તળાવ નંબર 3 પર જશે, સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser