આગામી 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ખાતે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં 'વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે' નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર કરવામાં આવનાર છે.
આ વિજ્ઞાન પ્રદર્શનની એક સહયોગી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી પણ છે જેથી અહીં આયોજન કરવામાં આવનાર છે. આ સાયન્સ ફેરમાં રોજના 1000 વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. આ પ્રદર્શનમાં સ્કૂલ-કોલેજના તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
આ સમગ્ર આયોજન અંગે ગુજરાત યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સના આસિસ્ટનટ પ્રોફેસર ડૉ. ઋષિકેશ જોષીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં વિજ્ઞાનનું પ્રદર્શન કરવામાં આવશે. 22 જાન્યુઆરીમાં આ પ્રદર્શનનું લોકાર્પણ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવશે. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.