શિક્ષણ વિભાગની જાહેરાત:ધોરણ 9 અને 10નો એક વર્ગ ધરાવતી શાળાઓને વધુ એક શિક્ષક ફાળવશે, 13 હજાર જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે રાજ્યની 1300 જેટલી શાળાઓના 13000 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ થશે.રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ નવ અને 10 ના એક એક વર્ગ ધરાવતી શાળાઓને વધુ એક શિક્ષક ફાળવવાની જાહેરાત કરી છે. એટલે કે હાલ જે શાળામાં ધોરણ 9 અને 10માં એક જ વર્ગ હોય તેમને હવે બે શિક્ષકની જગ્યાએ ત્રણ શિક્ષક મળશે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં સરળતા રહેશે અને શિક્ષકો પર કામનું ભારણ પણ ઘટશે.

શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓએ નુકસાન થાય છે
હાલ શિક્ષણ વિભાગ જ્યાં બે વર્ગની શાળા હોય ત્યાં બે શિક્ષક અને એક આચાર્ય હોય છે. જેથી વિદ્યાર્થીઓને છ વિષય પૈકી કોઈ એક વિષયમાં અન્યાય થતો હોય છે. ધોરણ 9 અને 10 માં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષય હોય છે. પરંતુ કેટલાક સ્થાન પર આ છ વિષય પૈકી કોઈ એક વિષયના શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓએ નુકસાન ભોગવવાનું વારો આવે છે.

શિક્ષણ સિવાયની અન્ય કામગીરીનું ભારણ
હવે શિક્ષણ વિભાગે 2 ની જગ્યાએ 3 શિક્ષકોનું મહેકમ મંજુર કર્યું છે. જેથી જે શાળામાં જે તે વિષયના શિક્ષક ઘટતા હોય તે વિષયના શિક્ષકની ભરતી કરવામાં આવશે. જાણકરોનું માનીએ તો આ નિર્ણય થકી વિદ્યાર્થીઓ ઉપર શિક્ષકો વ્યક્તિગત રીતે ધ્યાન આપી શકશે. સાથે સાથે શિક્ષણ સિવાયની અન્ય કામગીરીનું ભારણ હોય છે આ સ્થિતિમાં હવે વધારે એક શિક્ષક મળવાથી વિદ્યાર્થીઓને જ સીધો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...