કાર્યવાહી:ફી અંગે FRCનો ઓર્ડર નોટિસ બોર્ડ પર નહીં મૂકનારી સ્કૂલોને રૂ.25 હજાર સુધીનો દંડ થશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્કૂલો નિયમ હોવા છતા પણ એફઆરસીનો ઓર્ડર વાલીઓ માટે નોટિસ બોર્ડ પર કે સ્કૂલની વેબસાઇટ પર અપલોડ કરતી નથી. શહેર ડીઇઓએ તમામ સ્કૂલોને પોતાના ઓર્ડર જાહેરમાં મુકવા જણાવ્યું છે, તેમ છતાં જો કોઇ સ્કૂલ આમ નહીં કરે તો પહેલીવારમાં 10 હજાર, બીજીવારમાં 25 હજાર દંડ કરાશે, કોઇ સ્કૂલ નિયમનું વારંવાર ઉલ્લંઘન કરશે તો તેની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે.

એફઆરસીએ સ્કૂલોની ફી નક્કી વાલીને પણ જાણ કરવા જણાવ્યું હતું, પરંતુ સ્કૂલો એફઆરસીના ઓર્ડરની નકલ વાલીઓ માટે જાહેરમાં મુકતા નથી. કારણ કે ઘણી સ્કૂલો એફઆરસીએ નક્કી કર્યા કરતા વધુ ફી વસૂલતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...