પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યૂ:વધુ ફી વસૂલનારી સ્કૂલોએ વાલીને 2થી 3 હજાર પાછા આપવા પડશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • FRCએ સ્કૂલોની ફી માટે પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યૂ કર્યા
  • સ્કૂલ ફી નક્કી કરવાની પ્રક્રિયા શરૂ, જાણીતી સ્કૂલોનો હવે વારો આવશે

એફઆરસીએ દરખાસ્ત કરનારી સ્કૂલોના ફી અંગે પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યૂ કરવાની શરૂઆત કરી છે. પરંતુ પ્રોવિઝનલ ઓર્ડરમાં સ્કૂલે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ઉઘરાવેલી ફીની સામે એફઆરસીએ નક્કી કરેલી ફી ઓછી હોવાથી સ્કૂલોએ વાલીઓને 2થી 3 હજાર પરત કરવા પડશે.

એફઆરસીએ મોડે મોડે ફી નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં જે સ્કૂલોના પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યૂ થયા છે તેમાંની મોટાભાગની સ્કૂલો 35 હજાર જેટલી ફી ઉઘરાવી રહી છે. શહેરની અગ્રણી સ્કૂલોની ફી હવે પછી નક્કી થશે. પ્રોવિઝનલ ઓર્ડર પરથી જાણી શકાય છે કે સ્કૂલોએ ઉઘરાવેલી ફીમાં પોતાની રીતે જ વધારો કરીને વાલીઓ પાસેથી વસૂલી લીધી છે. પરંતુ પ્રોવિઝનલ ઓર્ડરમાં આ તમામ સ્કૂલોની પ્રોવિઝનલ ફી ઉઘરાવેલી ફી કરતા ઓછી હોવાથી એફઆરસીએ ફી પર કાપ મુક્યો છે. આવનારા સમયમાં જો પ્રોવિઝનલ ઓર્ડરની ફી જ ફાઇનલ ઓર્ડર તરીકે રહેશે તો મોટાભાગની સ્કૂલોએ તફાવત આપવો પડશે.

સ્કૂલો બંધ છતાં ઘસારાનો ખર્ચ દર્શાવાયો
કોરોના મહામારીના સમય દરમિયાન સ્કૂલો બંધ હોવા છતાં ઘણી સ્કૂલોએ સાધનોના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘસારાનો ખર્ચ મુક્યો છે. આ ઉપરાંત પણ સ્કૂલોએ ઘણા એવા ખર્ચ રજૂ કર્યા છે, જે એફઆરસી માન્ય રાખશે નહીં.

અન્ય સમાચારો પણ છે...