વિવાદ:અમદાવાદમાં આજથી સ્કૂલો શરૂ તો થઈ પરંતુ AMCએ BU વિનાની સીલ કરેલી 25 સ્કૂલોના વિદ્યાર્થીઓ ક્યાં ભણશે?

અમદાવાદ4 મહિનો પહેલા
રાણિપની ગીતા સ્કૂલનું સિલ હજી નથી ખુલ્યું
  • સ્કૂલને સિલ કરી દેતા રાણિપમાં શિક્ષકોએ રસ્તા પર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવ્યા હતાં.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજથી સ્કૂલો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ આજે સ્કૂલો ખુલી ગઈ છે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જઈને ખુશી વ્યક્ત કરી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર NOC અને BU પરમિશન મુદ્દે સિલ કરવામાં આવેલી 25 જેટલી સ્કૂલો બંધ હોવાથી સંચાલકો અને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. શિક્ષણ વિભાગએ ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે પરંતુ સિલ કરેલ સ્કૂલોના વિદ્યાર્થીઓ ક્યાં ભણશે?

કોર્પોરેશન દ્વારા હજુ સુધી સ્કૂલનું સિલ ખોલવામાં આવ્યું નથી
આજથી ધોરણ 12ની સ્કૂલો શરૂ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સ્કૂલમાં ભણવા માટે પહોંચ્યા છે. પરંતુ કેટલીક સ્કૂલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર NOC અને BU પરમિશન મુદ્દે સિલ કરી દેવામાં આવી હોવાને કારણે આજથી તેમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ શક્યું નથી. જેનાથી વિદ્યાર્થીઓ અને સ્કૂલના સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાણીપની ગીતા સ્કૂલના આચાર્ય પ્રવિણભાઇ જણાવ્યું હતું કે હજુ સુધી સ્કૂલનું સિલ કોર્પોરેશન દ્વારા ખોલવામાં આવ્યું નથી. આજથી ધોરણ 12ની ઓફ્લાઈન સ્કૂલ શરૂ થઈ છે પરંતુ અમારી સ્કૂલ હજુ બંધ જ છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવા તે મોટો પ્રશ્ન છે માટે અમારી સ્કૂલો ખોલવામાં આવે.

અમદાવાદમાં આજથી ધોરણ 12ની સ્કૂલો શરૂ થઈ
અમદાવાદમાં આજથી ધોરણ 12ની સ્કૂલો શરૂ થઈ

સંમતિ પત્ર ધરાવતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો
અમદાવાદમાં આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે 50 ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં હતાં. સ્કૂલમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનીંગ અને હાથ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.વાલીઓ પાસેથી સંમતિ પત્રક મેળવીને જ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષા હોવાને કારણે વિદ્યાર્થીઓને સવારે 2 પિરિયડ જ ભણાવવામાં આવ્યા હતા. જે પરીક્ષા પૂર્ણ થતાં સંપૂર્ણ સમય ભણાવવામાં આવશે.

રાણિપની સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને રોડ પર બેસીને ભણાવ્યા
અમદાવાદમાં AMCના એસ્ટેટ વિભાગ દ્વારા BU વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. શહેરના રાણીપ વિસ્તારમાં નવસર્જન સ્કૂલ સીલ થતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને ઓનલાઈન ક્લાસ શરુ કર્યાં હતાં. ગત સાતમી જૂનથી સ્કૂલોમાં નવા સત્રની શરુઆત થઈ છે. સત્રની શરુઆતથી જ સ્કૂલોને સીલ મારવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે. નવસર્જન સ્કૂલને BU નહીં હોવાથી સીલ કરવામાં આવતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું.

રાણિપમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને રસ્તા પર બેસીને ઓનલાઈન ભણાવ્યા હતાં
રાણિપમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને રસ્તા પર બેસીને ઓનલાઈન ભણાવ્યા હતાં

પરિણામ તૈયાર કરવા પુરતા સ્કૂલોના સિલ ખોલાયા હતાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સીલિંગ કાર્યવાહી દરમિયાન શહેરની 30 જેટલી સ્કૂલ પણ સીલ કરવામાં આવી હતી. સ્કૂલો સીલ કરાયા બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. 17 જૂન સુધી તમામ સ્કૂલો પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવાના હતા, પરંતુ સ્કૂલ સીલ હોવાને કારણે કેટલીક સ્કૂલોમાં પરિણામ અંગે પ્રશ્ન હતો જેથી મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા 4-5 કલાક માટે સ્કૂલ ખોલવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...