તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંચાલકોની ઉઘરાણી શરૂ:અમદાવાદમાં ​​​​​​​સ્કૂલોએ નવા વર્ષ માટે અત્યારથી જ ફી ઉઘરાવવાની શરૂઆત કરી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

આગામી વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે નહીં તે માટે સ્કૂલોએ નવા સત્રની ફી અત્યારથી ઉઘરાવવાની શરૂ કરી છે. સ્કૂલો વાલીઓને પૂછી રહી છે કે એડમિશન ચાલુ રાખવા માગતા હોવ તો નવા શૈક્ષણિક વર્ષના પહેલા ક્વાર્ટરની ફી ભરો. સરકારે ધો.10 અને 12 સિવાયના તમામ ધોરણોમાં માસ પ્રમોશનની જાહેરાત કરી છે. પરંતુ વાલીઓ ઓછી ફી ધરાવતી સ્કૂલોમાં પોતાના બાળકોને ટ્રાન્સફર ન કરી લે તે માટે સ્કૂલો ફી અત્યારથી જ ઉઘરાવી રહી છે. એક શિક્ષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે નહીં તેથી વાલીઓ પાસેથી નવા સત્રની ફી ઉઘરાવી લેવાનું કહ્યું છે. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા વર્ગો ઘટાડવાની સૂચના શિક્ષણ વિભાગે ગયા વર્ષે આપી હતી, તેથી આવનારા વર્ષે પણ આ સ્થિતિ ન થાય તે માટે સ્કૂલ સંચાલકોએ પાણી પહેલા પાળ બાંધી છે.

ક્લાસની સંખ્યા ઘટતી રોકવા આગોતરું આયોજન
સંચાલકોના મતે, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા શિક્ષણ વિભાગ વર્ગ ઘટાડો તુરંત જ કરી દે છે. પરંતુ જ્યારે વર્ગ વધારાની અરજી કરવામાં આવે છે તો પ્રક્રિયા ઘણી લાંબી છે, તેથી સંચાલકો ઇચ્છે છે કે તેમની સ્કૂલમાં કોઇ વર્ગ ઘટાડો ન થાય. તેથી જ અત્યારથી જ સંખ્યા પર નજર રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો