શિક્ષણ:બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ પહેલા સ્કૂલોએ સ્કૂલ અને ટીચરનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફાઈલ તસવીર
  • 9 નવેમ્બરે સ્કૂલ રજીસ્ટ્રેશન અને 10 નવેમ્બરે ટીચર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

ગુજરાત બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા દિવાળી વેકેશન બાદ શરુ થશે. પરંતુ બોર્ડના ફોર્મ ભરાયા અગાઉ સ્કૂલ રજીસ્ટ્રેશન અને પરીક્ષણ માટે ટીચર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજીયાત કરાવવી પડશે. 9 નવેમ્બરે સ્કૂલ રજીસ્ટ્રેશન અને 10 નવેમ્બરે ટીચર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજીયાત પૂર્ણ કરવી પડશે.

સ્કૂલના રજીસ્ટ્રેશનમાં કઈ બાબતો ઉમેરવી?
ચાલુ વર્ષે નોંધાયેલી તમામ નવી શાળાઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જૂની શાળાઓએ માહિતી અપડેટ કરાવવી પડશે. સ્કૂલ રજીસ્ટ્રેશનમાં ધોરણના ચાલુ વર્ગોના માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા અચૂક ભરવાની રહેશે તથા શાળાનું નામ અને સરનામાની ખરાઈ કરવી પડશે. આ માટે schoolreg.gseb.org પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

રજીસ્ટ્રેશનમાં કઈ બાબતો ભરવાની રહેશે?
ટીચર રજીસ્ટ્રેશનમાં શિક્ષકોની માહિતી અપડેટ કરાવવી પડશે. નવા નિમણૂંક થયેલા શિક્ષકો ઉમેરવા, છુટા થયેલા, રીટાયર્ડ, રાજીનામું આપેલા શિક્ષકો સહિતની તમામ માહિતી અપડેટ કરવાની રહેશે. ઉપરાંત શિક્ષકોના અનુભવ અને વિષય અંગે પણ જણાવવું પડશે. આ માટે teacherreg.gseb.org વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ગુજરાત શિક્ષણ બોર્ડનો પરિપત્ર
ગુજરાત શિક્ષણ બોર્ડનો પરિપત્ર
અન્ય સમાચારો પણ છે...