તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની સ્કૂલોની મનમાની:22 દિવસથી ફી નક્કી ન થતાં સ્કૂલોએ મરજી મુજબ 15-20 ટકા વધુ ફી વસૂલવાનું શરૂ કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 7 જૂનથી સ્કૂલો શરૂ થઈ પરંતુ ઝોન FRCમાં ચેરમેનની નિમણૂક ન થતાં ફી નક્કી થતી નથી

રાજ્યમાં 7 જૂનથી સ્કૂલો શરૂ થઈ છે, 22 દિવસ થવા છતાં પણ એફઆરસીએ ફી નક્કી ન કરી શકતાં વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. એફઆરસીએ ફી જાહેર ન કરી હોવા છતાં પણ સ્કૂલોએ પ્રોવિઝનલ ફીના નામે જૂની ફીમાં 15-20 ટકા કરતા વધુનો ફી વધારો વસૂલ્યો છે.

અમદાવાદ ઝોન એફઆરસીમાં ચેરમેન અને બે સભ્યોની નિમણૂક ન થતા સ્કૂલોની ફી નક્કી થઇ શકી ન હતી. આ સ્થિતિમાં સ્કૂલોએ નવા વર્ષ માટેની ફીમાં 15-20 ટકાનો વધારો કર્યો છે. હાલમાં સ્કૂલોએ વાલીઓને પ્રોવિઝનલ ફી ઉઘરાવી રહી હોવાની વાત જણાવી છે. કોરોનાની મોંઘવારી વચ્ચે વાલીઓએ સ્કૂલને ફી ઉપરાંતની રકમ પણ ચુકવવી પડી છે. સ્કૂલોની ફી નક્કી થવામાં મોડું થવાના મુદ્દે વાલી મંડળે જણાવ્યું હતું કે, સ્કૂલો ફી વધારે ઉઘરાવે પછી પરત કરતી નથી. તેઓ આગળના ક્વાર્ટરમાં સરભર કરે છે. પરંતુ ત્યાં સુધી તો વાલીએ પોતાના રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

FRCમાં સંકલનનો અભાવ
અમદાવાદ ઝોન એફઆરસીમાં વાલીઓની ફરિયાદના મુદ્દે કોર્ડિનેશનનો અભાવ જોવા મળે છે. આ પહેલા વાલી મંડળે પણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફરિયાદ કરી હતી કે, અમદાવાદ ઝોનમાં કોઇ કમ્યુનિકેશન થતું નથી. જેથી વાલીએ અમદાવાદથી ગાંધીનગર સુધીના ધક્કા ખાવા પડે છે. વાલીઓના હિતમાં શિક્ષણમંત્રીએ અમદાવાદ ઝોન એફઆરસીમાં વાલીઓને પ્રશ્નોના જવાબ આપવા માટેની સૂચના આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...