તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સ્કૂલો શરૂ થઈ પણ આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા હજુ બાકી, વિદ્યાર્થીઓ પ્રારંભનું શિક્ષણ ગુમાવશે

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાવેજ આપવાની વિગત જાહેર ન થતાં મૂંઝવણ

સ્કૂલો શરૂ થવા છતાં પણ આરટીઇના પ્રવેશ શરૂ ન થતાં વાલીઓમાં રોષ છે. વાલીઓના આક્ષેપ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે મોડી એડમિશન પ્રક્રિયા શરૂ કરવાને કારણે ગરીબ બાળકોને શરૂઆતનું શિક્ષણ ગુમાવવું પડે છે. એડમિશન લીધા બાદ પણ આરટીઇના બાળકો માટે સ્કૂલો દ્વારા કોઇ જ રિવિઝન કે બાકી છૂટી ગયેલો કોર્સ પૂરો કરવા માટે કોઇ વ્યવસ્થા કરાતી નથી.

આરટીઇના એડમિશન આપવાની પ્રક્રિયા હજુ સુધી સરકારે શરૂ કરી નથી. સ્કૂલો પાસેથી પહેલા ધોરણની કુલ સંખ્યા અને આરટીઇ માટેની અનામત સીટોની માહિતી શિક્ષણ વિભાગે મગાવી છે. પરંતુ હજુ વાલીએ દસ્તાવેજો ક્યારે જમા કરાવવા તેની કોઇ જ માહિતી જાહેર કરી નથી. પેરેન્ટ્સ એકતા મંચના પ્રમુખ પ્રકાશ કાપડીયાએ જણાવ્યું હતું, આરટીઇના એડમિશન મોડા થવાને કારણે ઘણા બાળકોને શરૂઆતનું શિક્ષણ ગુમાવવું પડે છે. મોડી એડમિશન પ્રક્રિયાને કારણે ગરીબ વાલીઓમાં રોષ છે. સરકારે આ મુદ્દે યોગ્ય પ્લાનિંગ કરીને દર વર્ષે સ્કૂલો શરૂ થાય તે પહેલાં એડમિશન કન્ફર્મ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

10 દિવસમાં પ્રવેશ અંગે જાહેરાત થઈ શકે
કોરોનાને કારણે અત્યાર સુધી જનસેવા કેન્દ્રો બંધ હોવાથી વાલીઓને આવકનો દાખલો મેળવવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ હતું. પરંતુ હવે સરકારે જનસેવા કેન્દ્રો શરૂ કરતા આરટીઇમાં પ્રવેશ માટેની જાહેરાત ટૂંકમાં થઇ શકે છે.

શહેર DEOમાં ઈન્કવાયરી વધી
મોડા એડમિશનની પ્રક્રિયાના કારણે શહેર ડીઈઓમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ઈન્કવાયરીમાં વધારો થયો છે. ઈન્કવાયરી વધતાં વાલીઓએ ગાંધીનગર શિક્ષણ વિભાગની કચેરી સુધી પણ પ્રવેશ અંગેની ઈન્કવાયરી કરી હતી જ્યાંથી વાલીઓને જવાબ મળ્યો હતો કે, આવનારા ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરીશું.

અન્ય સમાચારો પણ છે...