તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગી સ્કૂલ સંચાલકોની આડોડાઇ:સ્કૂલોને ફીની આવક પણ શિક્ષકોને પૂરો પગાર નહીં, લૉકડાઉનમાં કાપેલો પગાર પરત ના કર્યો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી સ્કૂલ સંચાલકો બહાનાંબાજી કરે છે

ખાનગી સ્કૂલોમાં ધીમે ધીમે વાલીઓએ ફી ભરવાની શરૂઆત કરી દીધી છે. જેથી સ્કૂલોની આવક શરૂ થઇ ગઇ છે. વાલીઓએ ફી ભરવાની શરૂઆત કરવા છતા પણ સંચાલકોએ શિક્ષકોનો કાપેલો પગાર ચૂક્વ્યો નથી.

કોરોનાને કારણે સ્કૂલો બંધ રહેતાં અને ઓનલાઇન શિક્ષણને કારણે ઘણાં વાલીઓએ ફી ભરી ન હતી. પરિણામે સ્કૂલોએ શિક્ષકોના પગારમાં કાપ મુક્યો હતો. સાથે જ એવું પણ કહ્યું હતું કે, જો વાલીઓ ફી ભરશે તો શિક્ષકોનો કાપેલો પગાર સરભર કરાશે. વાલીઓએ ફી ભરવાની શરૂઆત કરી હોવાથી સ્કૂલ પાસે નાણાંની સગવડ થઇ રહી છે. આ સ્થિતિમાં પણ સંચાલકો ફીનું બહાનું આગળ ધરીને શિક્ષકોનો કાપેલો પગાર કરતા નથી.

છૂટા કરેલા શિક્ષકોને ન્યાય નથી મળ્યો
છૂટા કરેલા શિક્ષકોની જિલ્લાથી લઇને રાજ્યકક્ષાની શિક્ષણ વિભાગની કચેરીને જાણ છે. છતાં આજ સુધી કોઇ ખાનગી સ્કૂલને શિક્ષકો છૂટા કરવા માટેની નોટિસ અપાઇ નથી. જ્યારે જિલ્લા કચેરીના દરેક અધિકારીઓ પાસે શિક્ષકો છૂટા થયાની માહિતી છે. ઘણાંએ લેખિતમાં ફરિયાદ કરી છતાં સ્કૂલો સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ સ્થિતિમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો ન્યાય માટે કોની પાસે આશા રાખે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો