• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Schools Do Not Admit Children Directly To Standard 1; Draw Rules Are Not Followed, Giving Priority To Their School Children: Board Of Guardians

આક્ષેપ:સ્કૂલો ધોરણ 1માં બાળકોને સીધો પ્રવેશ નથી આપતી; ડ્રોના નિયમનું પાલન થતું નથી, પોતાની સ્કૂલના બાળકોને પ્રાથમિકતા આપે છે: વાલી મંડળ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શૈક્ષણિક વર્ષ 2021-22 માટેના એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ છે, પરંતુ મોટાભાગની સ્કૂલો ધો.1માં બાળકોને સીધો પ્રવેશ આપતી નથી, દરેક સ્કૂલો પહેલાં પોતાના પ્રી-પ્રાઇમરી સ્કૂલના બાળકોને ધો.1માં પ્રવેશ માટેની પ્રાથમિકતા આપે છે. વાલી મંડળના મતે, નિયમ પ્રમાણે સ્કૂલોએ ધો.1માં પ્રવેશ માટે ફરજિયાત ડ્રો દ્વારા જ એડમિશન આપવું જોઇએ. તેમ છતાં મોટાભાગની સ્કૂલો સરકારના નિયમોનું પાલન કરતી નથી.

ડિસેમ્બરમાં સ્કૂલોમાં ધો.1ના એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ થાય છે, જેમાં બાળક સાથે વાલીનું પણ ઇન્ટરવ્યૂ લેવાય છે. મોટાભાગે સ્કૂલોની પોતાની પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચાલે છે, જેથી ધો.1માં તેઓ પોતાની જ પ્રિ-પ્રાઇમરીના બાળકોને સીધા ધો.1માં પ્રવેશ આપે છે, જ્યારે અમુક સ્કૂલોમાં તો ફોર્મ પણ ઓનલાઇન જાહેર થતા નથી. કોરોનાને કારણે ઘણાં વાલીઓએ પોતાના બાળકોને પ્રી-પ્રાઇમરીમાં એડમિશન અપાવ્યા નહોતા.

શિક્ષણ વિભાગના અધિકારીઓએ સ્વિકાર્યું છે કે, પ્રી-પ્રાઇમરી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ નથી, ઉપરાંત કોઇ નિયમ નથી કે, ધો.1માં પ્રવેશ માટે પ્રી-પ્રાઇમરી કરેલું હોવું જોઇએ. પેરેન્ટ્સ એકતા મંચના પ્રકાશ કાપડિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના નિયમ મુજબ, ધો.1માં એડમિશન માટે સ્કૂલોએ ફોર્મ જાહેર કરવા જોઇએ. ઉપરાંત, પ્રવેશ પણ ડ્રો સિસ્ટમથી આપવો જોઇએ, જ્યારે હાલમાં કોઇપણ સ્કૂલ આ નિયમનું પાલન કરતી નથી.

અન્ય સમાચારો પણ છે...