સ્કૂલોની દાદાગીરી:FRCએ હજુ સુધી ફી નક્કી નહીં કરતાં સ્કૂલો વધારે ફી ઉઘરાવે છે; મોટા ભાગની સ્કૂલો ગત વર્ષની ફીને આધારે વધારે ફી લે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોર્ટલ પણ બંધ થઈ જતાં વાલીઓ જૂની ફી જોઈ શકતા નથી

21 નવેમ્બરથી સ્કૂલોમાં બીજું સત્ર શરૂ થશે, તેમ છતા હજુ સુધી અમદાવાદ ઝોનની મોટા ભાગની સ્કૂલોની ફી નક્કી થઇ નથી. સ્કૂલો જૂની ફીમાં પોતાની રીતે વધારો કરીને પ્રોવિઝનલ ફી ઉઘરાવી રહી છે. પરંતુ ઓનલાઇન પોર્ટલ બંધ હોવાથી વાલીઓ જૂની ફી પણ જોઈ શકતા નથી. ઓનલાઇન ફીની વિગતો દર્શાવતા એફઆરસીના પોર્ટલ પર હાલમાં, વેબસાઇટ અંડર મેઇન્ટેન્સ, આવી રહ્યું છે.

વાલીઓના જણાવ્યા પ્રમાણે, સ્કૂલો પ્રોવિઝનલ ફી પણ જૂની ફીના આધારે ઉઘરાવે છે. શિક્ષણ વિભાદ દ્વારા રાજ્યની ઝોન પ્રમાણે નક્કી થયેલી ફીની માહિતી વેબસાઇટ પર મુકવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાથી વેબસાઇટ અપડેટ થઈ નથી. વેબસાઇટ પર મેઇન્ટેન્સ ચાલું હોવાનો મેસેજ આવી રહ્યો છે. વાલીઓને સ્કૂલોની ફીની માહિતી ઓનલાઇન જોવી હોય તો હાલમાં તે જોઇ શકાતું નથી. શિક્ષણ વિભાગની ધીમી પ્રક્રિયાને કારણે સમગ્ર રાજ્યની સ્કૂલોની માહિતી હાલમાં પણ ઓનલાઇન જોઇ શકાતી ન હોવાને કારણે વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.

સ્કૂલો અંદાજે 7 ટકા ફી વધુ વસૂલ કરે છે
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ ઝોનની સ્કૂલોની ફી નક્કી થવાની બાકી છે. હાલમાં એફિડેવિટ અને પ્રોવિઝનલ ફી નક્કી થઇ રહી છે. સંચાલકોના અંદાજ પ્રમાણે તમામ સ્કૂલોની ફી નક્કી થવામાં હજુ પણ બે મહિના જેટલો સમય વિતી જશે. પરંતુ સ્કૂલો પ્રોવિઝનલ ફીના નામે વાલીઓ પાસેથી હાલ 7 ટકા જેટલી ફી વધારે વસૂલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...