તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓ માગે ફીમાં રાહત:શિક્ષણમંત્રીએ 25 ટકા ફી માફીની જાહેરાત કરી પણ પરિપત્ર જાહેર ન કરાતા સ્કૂલોએ પુરે પુરી ફી વસૂલવાનું શરૂ કર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ મંત્રીની ફાઈલ તસવીર - Divya Bhaskar
શિક્ષણ મંત્રીની ફાઈલ તસવીર
  • પરિપત્ર ન હોવાથી વધુ ફી વસૂલતી સ્કૂલો સામે કાર્યવાહી નથી કરાતી

ગત વર્ષથી કોરોનાની મહામારી આવતા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2020-21 માટે 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી અને જાહેરાતનું પાલન પણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2021-22 માટે શિક્ષણમંત્રીએ ફી માફીની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી તેનો પરિપત્ર જાહેર ના કરતા સ્કૂલો દ્વારા ફી ઉઘરાવવામાં આવી રહી છે અને શિક્ષણ વિભાગ દ્વારા પણ ફી માફ ના કરનાર સ્કૂલની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

પરિપત્ર ન હોવાથી ફી માફીનું પાલન થઈ શકતું નથી
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલમાં 25 ટકા ફી માફી ગત વર્ષની જેમ યથાવત જ રહેશે જાહેરત કરી હતી. શિક્ષણમંત્રીએ જાહેરાત કરતા કરી દીધી હતી પરંતુ કોઈ કારણસર હજુ સુધી ફી માફીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. 25 ટકા ફી માફીનો પરીપત્ર ના હોવાથી સ્કૂલો દ્વારા 100 ટકા ફી લેવામાં આવી રહી છે. વાલીઓ આ અંગે ફરિયાદ કરવા જાય પરંતુ પરિપત્ર ના હોવાને કારણે 25 ટકા ફી માફીનું પાલન પણ કરાવી શકાતું નથી.

બે અલગ-અલગ શહેરોમાં નીતિ અલગ
એક જ રાજ્ય હોવા છતાં 2 શહેરોની નીતિ પણ અલગ અલગ રાખવામાં આવી છે. જામનગર DEOએ ફી વધુ ના લેવાનો પરીપત્ર જાહેર કર્યો હતો. જેમાં FRCમાં મુકેલ દરખાસ્ત પ્રમાણેની ફી ના લેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદમાં સ્કૂલોએ FRCની દરખાસ્તમાં મુકેલ ફી મુજબ વધારાની ફી લઇ શકવા જણાવ્યું છે, FRCમાં ફી વધારાની મંજુરી આપવામાં ના આવે તો વધુ લેવાયેલ ફી પરત કરવામાં આવશે.

સ્કૂલોએ 100 ટકા ફી ઉઘરાવી
શિક્ષણ વિભાગના નિર્ણય અને નીતિને કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાને કારણે વાલીઓની પણ આર્થિક પરિસ્થિતિને અસર પડી છે જેના કારણે 25 ટકા ફી માફી ગત વર્ષમાં આપવામાં આવી હતી, આ વર્ષે પણ માફી યથાવત રખાવની માત્ર જાહેરાત જ કરવામાં આવી છે જેને સ્કૂલો ગણકારતા નથી અને પરિપત્ર ના હોવાને કારણે સ્કૂલો પૂરી ફી ઉઘરાવી રહ્યા છે.