તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:આખા વર્ષની ફી માટે સ્કૂલોએ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ફી ઉઘરાવવાના અવનવા નુસખા શરૂ કર્યા
 • 2 હજાર સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

સ્કૂલ સંચાલકો વાલીઓને ફી ભરવા માટે હવે વિવિધ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફરો આપી રહ્યા છે. આવી જ એક ઓફર નારાણપુરામાં આવેલી દિવ્યપથ સ્કૂલના વાલીઓઓને મળ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જો વાલીઓ 10 જૂન પહેલાં સ્કૂલની ફી ભરે તો તેમને એક વર્ષની ફીમાં 2 હજાર રૂપિયા બાદ આપવામાં આવશે.
દિવ્યપથના વાલીઓને મળેલા મેસેજમાં જણાવાયું છે કે, વાલીઓ ઇચ્છે તો ઓનલાઇન ફી ટ્રાન્સફર કરી શકો છો. ધો.5થી 8ની ફી 24 હજાર છે અને ઇન્સ્ટોલમેન્ટમાં 6 હજાર છે. જો તમે 10 જૂન પહેલા આખા વર્ષની ફી એક સાથે ભરો  તો તમને 2000નું ડિસ્કાઉન્ટ મળશે. દિવ્યપથ સ્કૂલના સંચાલક સંજય પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારા ધ્યાનમાં આવું કંઇ છે નહીં, મારે સ્ટાફ સાથે વાત કરવી પડશે. ત્યારબાદ જ હું આ મુદ્દે કહી શકીશ.
ફી બાબતેે વાલી મંડળનો વિરોધ
ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલો દ્વારા ઉઘરાવાતી ફી મુદ્દે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે, સ્કૂલ સંચાલકો કેમ વાલીઓ પાસેથી ફી ઉઘરાવી રહ્યાં છે. જો તમે એક વાલીને ફીમાં રાહત આપશો તો તમામ વાલીઓને રાહત આપવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો