તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલો-કોલેજો ખોલવા સંચાલકોની તૈયારી:લગભગ સવા વર્ષથી બંધ સ્કૂલો અને કોલેજો 15 જુલાઈથી કોરોના ગાઈડલાઈન સાથે ફરી શરૂ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના મહામારીને કારણે લગભગ છેલ્લા સવા વર્ષથી બંધ સ્કૂલો અને કોલેજો કોરોના ગાઈડલાઈન સાથે ફરી શરૂ કરવાના નિર્ણયને સ્કૂલોના તેમજ કોલેજોના સંચાલકો અને શિક્ષણજગત સાથે સંકળાયેલા વિવિધ એસોસિએશને આવકાર્યો છે. જોકે દરેકે તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ શક્ય એટલું વધુ વેક્સિનેશન કરાવે તેના પર ભાર મૂક્યો છે.

 • વિદ્યાર્થીઓએ રસી લીધી હોય તો જ કોલેજ શરૂ થવી જોઈએ. ઓનલાઈન શિક્ષણ અસરકારક રહ્યું નથી. ઓફલાઈન શિક્ષણ જરૂરી. - સુધીર નાણાવટી, પ્રેસિડન્ટ, ગુજરાત કોલેજ મેનેજમેન્ટ એસોસિએશન
 • વેંદાત ઈન્ટરનેશનલ સ્કૂલ, ભરત સવાણી, સંચાલક - ધો. 12ના વર્ગ શરૂ કરીશું. સાથે ધો. 10ના વર્ગો પણ શરૂ કરી શકાત.
 • ઉદગમ સ્કૂલ, મનન ચોક્સી, સંચાલક - અમે ધો.12 શરૂ કરવા તૈયાર છીએ. પણ વાલીઓ સંમતિ આપતા નથી.
 • તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલ, તેજસ શ્રીધર, સંચાલક - અમે કોરોનાની ચુસ્ત ગાઈડલાઈન સાથે સ્કૂલ શરૂ કરીશું.
 • આર. એચ. કાપડિયા સ્કૂલ, રૂપક કાપડિયા, સંચાલક - સરકારે ધો. 12 શરૂ કરવાની મંજૂરી આપી છે તો અમે જરૂરથી શરૂ કરીશું
 • સંકલ્પ ઈન્ટરનેશનલ સ્કૂલ, બિપીનભાઈ આદ્રોજા - પહેલાં પણ 80 ટકા વાલી તૈયાર હતા, અમે ધો.12 શરૂ કરીશું.
 • આનંદનિકેતન સ્કૂલ, કમલ મંગલ, સંચાલક - વર્ગો શરૂ કરીશું, જરૂર પડે ઓનલાઈન ઓફલાઈન બંને વર્ગો ચાલુ રાખીશું
 • ​​​​​​​ડીપીએસ સ્કૂલ, બોપલ, સુરેન્દર સચદેવા, પ્રિન્સિપાલ - વાલીઓની મંજૂરી સાથે વર્ગો શરૂ કરવા અમારી તૈયારી છે.
 • અમદાવાદ ઈન્ટરનેશલ, મિનેષ શાહ, સંચાલક - ટ્રસ્ટી મંડળની બેઠક થશે, તમામ મત જાણ્યા બાદ આખરી નિર્ણય.
 • શાંતિ એશિયાટિક સ્કૂલ, જ્યોતિપ્રસાદ ચિરિપાલ, સંચાલક - ધો.12 શરૂ કરીશું, જરૂર પડે ઓનલાઈન ઓફલાઈન બંને વર્ગો ચાલુ રાખીશું
 • કોલેજ આચાર્ય મંડળ, ડો. ઐયર, સેક્રેટરી જનરલ - પૂરતા વેક્સિનેશન બાદ કોલેજો ફરી શરૂ કરવી હિતાવહ ગણાશે.
 • એચ. એ. કોમર્સ કોલેજ, સંજય વકીલ, પ્રિન્સિપાલ - સરકારના નિર્ણયમાં વાલીની સંમતિ જરૂરી. અમને વાંધો નથી.
 • સેલ્ફ ફાઈનાન્સ કોલેજ એસો., જનક ખાંડવાલા, પ્રમુખ - કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે.
 • ડિપ્લોમા કોલેજ એસો., જીતુ ઉપાધ્યાય, પ્રમુખ - કોરોના અંગે તકેદારી સાથે કોલેજો ફરી શરૂ કરવા તૈયાર છીએ.
 • મણિનગર સાયન્સ કોલેજ, ડો. આર. આર. શાહ, પ્રિન્સિપાલ - કોલેજમાં આવતા પહેલાં વિદ્યાર્થી રસી મૂકાવે તે અત્યંત જરૂરી છે.
 • ડિપ્લોમા કોલેજ મંડળ, રાજીવ શાહ, પ્રમુખ - શિક્ષણ જગત માટે આવકારદાયક નિર્ણય પણ તકેદારી રાખવી પડશે.
અન્ય સમાચારો પણ છે...