શિક્ષણ પર અસર:ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા શાળા સંચાલક મંડળની માંગ, રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ વર્ગ શરૂ થાય તેવી શક્યતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં અત્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય છે તો વર્ગ શરૂ કરવા સરકાર મંજુરી આપે: સંચાલક મંડળ

ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા હવે સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજ્યના શાળા સંચાલકો દ્વારા સરકાર સામે માંગણી કરી છે કે, જે પ્રમાણે ધોરણ 6થી 12ના વર્ગ શરૂ થયા અને તેમાં સફળતા મળી તો હવે ધોરણ 1થી 5ના વર્ગ પણ શરૂ કરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર ના પડે.

દોઢ વર્ષથી ધો.1થી 5ના વર્ગ બંધ જ છે
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી ધો.1થી 5ના વર્ગ બંધ જ રાખવામાં આવ્યાં છે. જેના કારણે બાળકો સ્કુલ, વર્ગ, પાટલી ભૂલી ગયા છે. ધો.6થી 12ના વર્ગ શરૂ કરીને પણ જોયું છે કે કોઈ ગંભીર બનાવ બન્યો નથી તો હવે ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા જોઈએ. ગુજરાતી કહેવત પાણીમાં રહેવું ને મગરથી ડરવું તેવી સ્થિતિ થઇ રહી છે તેની જગ્યાએ કોરોના સાથે જીવતા જ શીખવું જોઈએ. અત્યારે સ્થિતિ સામાન્ય છે તો વર્ગ શરૂ કરવા સરકાર મંજુરી આપે.

દિવાળી બાદ શરૂ થઈ શકે છે ધો.1થી 5ના વર્ગ
રાજ્ય સરકાર દ્વારા પણ હવે 1થી 5ના વર્ગ શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે સ્થિતિ સામાન્ય થઇ છે, પરંતુ દિવાળી સુધી હજુ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી શકે છે. વર્ગ શરૂ કર્યા બાદ ઓનલાઈન અભ્યાસ માટે પણ છૂટ આપવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...