અસમંજસ:સ્કૂલ શરૂ થઈ ગઈ પણ વાલીઓ સંમતિપત્ર આપતા ગભરાય છે, સ્કૂલમાં 40 ટકા વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણે છે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ત્રીજી લહેરની શક્યતાને પગલે મેં મારા બાળકને સ્કૂલે જવા સંમતી આપી નથી: વાલી
  • શિક્ષકોને ઓનલાઈન અને ઓફલાઈન ભણાવવું પડતું હોવાથી બોજ વધ્યો

શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું હતું. પરંતુ કોરોનાના કેસ ઘટતા 15મી જુલાઈથી કોલેજ અને સ્કૂલમાં ધોરણ 12ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. 2 દિવસથી વર્ગ શરૂ થયા પરંતુ હજુ અનેક વાલીઓ સંમતિ પત્ર આપતા ગભરાય છે. વાલીઓને ત્રીજી લહેરના કારણે પોતાના બાળકને સ્કૂલે મોકલવા કે નહીં તેને લઈને મૂંઝવણ છે. ત્યારે સ્કૂલમાં બે દિવસમાં 40 ટકા જેટલા જ વિદ્યાર્થી ઓફલાઈન ભણી રહ્યા છે.

50 ટકા વિદ્યાર્થીઓની હાજરીની છૂટ અપાઈ છે
શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોમાં ધોરણ 12ના વર્ગ શરૂ કરવા જણાવ્યું છે. પરંતુ સ્કૂલમાં આવવું મરજિયાત રાખવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી સ્કૂલે આવે તેની પાસેથી ફરજિયાત વાલીનું સંમતી પત્ર મેળવવાનો છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને પગલે હજુ ઘણા વાલીઓ સંમતિ પત્ર આપતા દરે છે. જેથી સ્કૂલોમાં 50 ટકા કેપેસિટી રાખવામાં આવી હોવા છતાં SOP નક્કી કરેલા વિદ્યાર્થીઓમાંથી 40 ટકા જેટલા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.

વાલી પણ બાળક ઘરે ભણે તેમ ઈચ્છે છે
આ અંગ સંજીવ પટેલ નામના વાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું બાળક 12માં ધોરણમાં ભણે છે. અત્યારે કોરોનાના કેસ કાબૂમાં આવી ગયા છે, પરંતુ હજુ ત્રીજી લહેર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી લહેરની શક્યતાને પગલે મેં મારા બાળકને સ્કૂલે જવા સંમતી આપી નથી. ઘરે બેસીને ભણે એમાં તેની સલામતી છે.

ઓફલાઈન અને ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવવા પડે છે
ખાનગી સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે, અત્યારે સરકાર દ્વારા ધોરણ 12ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. જેથી હવે અમારે ભારણ વધ્યું છે. એક જ વર્ગના વિદ્યાર્થી હોય અને ઓનલાઈન પણ ભણે છે તો સાથે ઓફલાઈન વર્ગ પણ ચાલુ થયા છે. તો એક જ વિષય બંને વિદ્યાર્થીઓને અલગ અલગ ભણાવો પડે છે. એક વિદ્યાર્થી હોય તો પણ સ્કૂલ તેને ભણાવવો પડે છે.