ફાયર સેફ્ટીનો મુદ્દો કેટલાય સમયથી ચર્ચામાં છે, થોડા સમય અગાઉ કેટલીક સ્કૂલોને સીલ પણ કરવામાં આવી હતી ત્યારે હવે ફાયર સેફ્ટી મેળવવા માટે સરકાર દ્વારા 31 જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી છે. પરંતુ શાળા સંચાલકોએ સરકાર પાસે ફાયર સેફટી માટે 1 વર્ષનો સમય આપવાની માંગણી કરવામાં આવી છે અને ફાયર સેફટી માટે સ્કૂલો સીલ ના કરવા જણાવ્યું છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, ટૂંક જ સમયમાં રાજ્યની સ્કૂલોને ફાયર સેફ્ટી માટે આપેલી મુદત પૂર્ણ થશે, પરંતુ હજુ અનેક સ્કૂલોએ કોઈ કારણસર ફાયર સેફટી મેળવી નથી અને સ્કૂલોને ડર છે કે ફાયર સેફટી મુદતમાં નહીં મેળવી હોય તો સ્કૂલ સીલ થશે. આથી ફાયર સેફટી માટે 12 મહિનાની મુદ્ત આપવામાં આવે જેથી તમામ સ્કૂલો ફાયર સેફટી મેળવી શકે.
રાજ્યમાં અત્યાર સુધી કોઈ પણ સ્કુલમાં આગ લાગવાનો કોઈ મોટો બનાવ બન્યો હોય તેવું થયું નથી. સ્કૂલોમાં બનતી તમામ તકેદારી રાખવામાં આવે છે પરંતુ સ્કૂલો વિદ્યાનું મંદિર છે અને સ્કુલ સીલ કરવામાં આવે તે યોગ્ય નથી. જેથી સ્કુલ સીલ કરવાની જગ્યાએ સંચાલકોને 1 વર્ષની મુદત આપવામાં આવે જેથી તમામ સ્કુલ ફાયર સેફટી મેળવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.