તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:AMCએ સીલ કરેલી સ્કૂલો ખોલવા શાળા સંચાલક મંડળની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે DEO પાસેથી સ્કૂલોની વિગતો મંગાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આવતીકાલથી ધો.12ના ઓફલાઈન ક્લાસ શરૂ થવાના છે
  • શહેરમાં BU વિનાની 30 જેટલી સ્કૂલોને સીલ કરવામાં આવી છે

ગત જૂન મહિનામાં AMC દ્વારા શહેરમાં અનેક બી.યુ.પરમીશન વિનાના બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા હતા. જેમાં શાળાઓ પણ સીલ કરવામાં આવી હતી. સીલ કરેલ સ્કૂલો શરૂ કરવા માટે સંચાલકોએ સરકારને રજૂઆત કરી છે જે બાદ હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. શિક્ષણ વિભાગ અમદાવાદ શહેર, ગ્રામ્ય, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે, તમામ જગ્યાઓ પર બી.યુ.પરમિશન કે અન્ય કારણસર કોર્પોરેશન દ્વારા જે સ્કૂલ સિલ કરવામાં આવી હોય તે અંગેની વિગત 7 દિવસમાં શિક્ષણ વિભાગને નક્કી કરેલ પત્રકમાં ભરીને મોકલવાની રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ સુધી શાળા સંચાલકોની રજુઆત
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો, જેમાં AMC દ્વારા જે શાળાઓને સીલ મારેલી છે તે ખોલવા માંગણી કરી હતી. 2 જુલાઈથી અનેક શાળાઓને બી.યુ.પરમીશનને કારણે સીલ કરવામાં આવી છે, જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

શહેર શાળા સંચાલક મંડળે અમિત શાહને લખેલો પત્ર
શહેર શાળા સંચાલક મંડળે અમિત શાહને લખેલો પત્ર

15મી જુલાઈથી ધો.12ના ઓફલાઈન ક્લાસ શરૂ
સીલ કરેલી શાળાઓ પોતાની રીતે બાળકોને અભ્યાસ કરાવે છે. પરંતુ હવે ધોરણ 12ના ઓફલાઈન ક્લાસ શરુ થશે, પરંતુ શાળા બંધ હોવાને કારણે શિક્ષણ કાર્ય થઇ શકશે નહીં. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે માટે શાળાઓ ખોલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં BU વિનાની 30 સ્કૂલો સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાય દિવસથી BU પરમિશનને લઇને અનેક બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરની 30 જેટલી સ્કૂલો પણ BU પરમિશન ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે.