ગ્રાન્ટ માટે પત્ર:ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓની ફીની રકમ ચૂકવવા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખ્યો, ગ્રાન્ટ આપવા રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માર્ચ -2021ના નાણાંકીય વર્ષ માટેની વિદ્યાર્થિનીઓની ફી હજુ સ્કૂલોમાં મળી નથી

વર્ષ 2021ના નાણાંકીય વર્ષ દરમિયાન ગ્રાન્ટેડ સ્કૂલોની સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓની ફી શિક્ષણ વિભાગ તરફથી મળી નથી. જેને લઇને શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગના શાળા નિયામકને પત્ર લખ્યો છે અને વિભાગમાંથી ગ્રાન્ટ આપવા રજૂઆત કરી છે. ગ્રાન્ટ મળે તો સ્કૂલોની ખર્ચ કરવામાં સરળતા રહેશે.

રાજ્ય શાળા સંચાલક મંડળે શાળા નિયામકને પત્ર લખ્યો છે જેમાં વર્ષ 2020-21 ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની ફીની રકમ શાળાઓને ચૂકવવા જણાવ્યું છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની શિક્ષણ ફી રાજ્ય સરકારે લેવા મનાઈ કરેલી છે. વિદ્યાર્થિનીઓની ફી સ્કૂલ દ્વારા જે તે જિલ્લા શિક્ષણાધિકારીને ચેકથી ચૂકવવામાં આવે છે અને જે સ્કૂલને શિક્ષણ અધિકારી દ્વારા ચૂકવવામાં આવે છે.

માર્ચ -2021ના નાણાંકીય વર્ષ માટેની ફી હજુ સ્કૂલોમાં મળી નથી. જેના કારણે સ્કૂલોમાં ખર્ચા અટકી ગયા છે.ગામડાઓની આર્થિક રીતે કથળેલી પરિસ્થિતિમાં ચાલતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પારવાર મુશ્કેલી સહન કરવી પડે છે જેથી રકમ વહેલી ચૂકવવા વિનતી કરી છે.