શાળા સંચાલકની ફરિયાદ:બાળક કોરોના પોઝિટિવ આવતા વાલી સ્કૂલને જાણ નથી કરતા, આવી સ્થિતિમાં સંપર્કમાં આવેલા અન્ય લોકો પણ સંક્રમિત થઈ શકે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલમાં બાળકોની ફાઈલ તસવીર - Divya Bhaskar
સ્કૂલમાં બાળકોની ફાઈલ તસવીર
  • સ્કૂલો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે છે પણ વાલીઓ કોરોનાનો કેસ આવ્યાની જાણ નથી કરતા

રાજ્યભરમાં કોરોનાના કેસ વધ્યા છે, જેમાં સ્કૂલોમાં પણ કેસનો આંકડો વધુ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે પરંતુ આ પાલન માત્ર સ્કૂલમાં જ કરવામાં આવે છે જ્યારે બાળકને પોઝિટિવ આવે તો અનેક વાલી સ્કૂલે મોકલવાનું બંધ કરીને સ્કૂલને જાણ પણ કરતા નથી.

અમદાવાદની સ્કૂલોમાં 25 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં નવી ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં વાલી કે વિદ્યાર્થી પોઝિટિવ આવે ત્યારે તેઓ સ્કૂલમાં જાણ કરતા નથી અને સ્કૂલે આવવાનું બંધ કરી દે છે. જેના કારણે બાળકના સંપર્કમાં અવેલા અન્ય બાળક પણ પોઝિટિવ આવી શકે છે.

ખાનગી શાળાના સંચાલકે જણાવ્યું હતું કે, અમને ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે, પરંતુ સ્કૂલમાં ભણતા બાળક કે તેના વાલી જ્યારે ઘરે પોઝિટિવ આવે ત્યારે અનેક વાલી સ્કૂલને જાણ કરતા નથી. જેથી અમે આગળ જાણ કરી શકતા નથી. જાણ ન કરવાને કારણે અન્ય વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવી શકે છે તો વાલી જાણ કરે તો અન્ય બાળકો માટે તે સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...