અમદાવાદમાં ગત જૂન મહિનામાં AMC દ્વારા શહેરમાં અનેક BU પરમિશન વિનાના બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા હતા. જેમાં શાળાઓ પણ સીલ કરવામાં આવી હતી. જે બાદ કેટલીક શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ કેટલીક શાળાઓ હજુ બંધ છે. જેથી અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને શાળાઓ ખોલવા માંગણી કરવામાં આવી છે.
સીલ કરાયેલી સ્કૂલનું હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં AMC દ્વારા જે શાળાઓને સીલ મારેલ છે, તે ખોલવા માંગણી કરી છે. 2 જુલાઈથી અનેક શાળાઓને BU પરમિશનને કારણે સીલ કરવામાં આવી છે, જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સીલ કરેલી શાળાઓ પોતાની રીતે બાળકોને અભ્યાસ કરાવે છે, પરંતુ હવે ધોરણ 12 માટે ઓફલાઈન સ્કૂલ શરૂ થશે, પરંતુ શાળા બંધ હોવાને કારણે શિક્ષણ કાર્ય થઇ શકશે નહીં. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે માટે જેથી શાળાઓ ખોલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં BU વિનાની 30 સ્કૂલો સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાય દિવસથી BU પરમિશનને લઇને અનેક બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરની 30 જેટલી સ્કૂલો પણ BU પરમિશન ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.