• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • School Administrators Wrote A Letter To The Education Secretary Demanding A Change In The Timetable And Course Of The First Examination.

માગ:પ્રથમ પરીક્ષાના ટાઈમટેબલ અને કોર્સમાં ફેરફારની સ્કૂલોની માગણી, સ્કૂલ સંચાલકોએ શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત કરી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક સ્કૂલે એક સરખો કોર્સ નહીં ચલાવ્યો હોવાની દલીલ કરી

શિક્ષણ વિભાગે જાહેર કરેલી પ્રથમ પરીક્ષાના કાર્યક્રમનો સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વિરોધ કર્યો છે. મહામંડળે જણાવ્યું કે, ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોની માફક ખાનગી સ્કૂલોમાં ચાલેલા કોર્સની સરખામણી કરવી શક્ય નથી. ઉપરાંત ગ્રામ્ય અને શહેરની સ્કૂલોને પણ એક સાથે એક કોર્સના આધારે પરીક્ષા લઇ શકાય નહીં.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખીને પરીક્ષાનો સમય અને કોર્ષની વિગતોમાં ફેરફાર કરવાની માંગ કરી છે. મહામંડળે જણાવ્યું છે કે, દરેક ખાનગી સ્કૂલોની કાર્યપદ્ધતિ અલગ હોય છે. જેમાં યુનિટ ટેસ્ટ, પેરેન્ટ્સ કાઉન્સેલિંગનો સમાવેશ થાય છે. તેથી સંચાલકોને પોતાની રીતે પોતાના સમય પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવાની છૂટ આપવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વનિર્ભર શાળા સંચાલકોની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. બોર્ડે પરિપત્ર કરીને ધો.9 અને 11 માટે પ્રથમ પરીક્ષા માટેનો સમય 10:30થી 12:30નો હતો, તેમાં ફેરફાર કરીને 11થી 1 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...