સ્કૂલ સંચાલકોની બેઠક:રાજ્યના સ્કૂલ સંચાલકોની 6 સપ્ટેમ્બરે પડતર પ્રશ્નોને લઈને બેઠક મળશે, સરકારને રજૂઆત કરશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ વિભાગના અલગ અલગ કર્મચારીઓના મંડળ આગામી દિવસમાં પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન કરવાના છે, ત્યારે રાજ્યના સ્કૂલોના સંચાલકોની પણ પડતર પ્રશ્નોને લઈને 6 સપ્ટેમ્બરે બેઠક મળવાની છે. આ બેઠકમાં રાજ્યભરના સંચાલકો હાજર રહેશે અને અગાઉના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા થશે, જે બાદ સરકારને રજૂઆત કરવામાં આવશે.

વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોને લઈને નિરાકરણ માટે એપોલો ઇન્સ્ટિયુટ ઓફ એન્જીનયરિંગ દહેગામ ખાતે સ્કૂલ સંચાલકોની બેઠક રાખવામાં આવી છે, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

સ્કૂલના આચાર્યની નિમણુકની સત્તા સત્તા મંડળની હોવી જોઈએ.

જુના મહેકમમાં સુધારો કરીને પટ્ટવાળા, કારકુન વગેરની ભરતી શાળા મંડળને કરવા છૂટ આપવી.

2:1ના મુજબ 2 શિક્ષકની નિમણૂક સરકાર કરે અને 1 સ્કૂલ કરે છે, સંપૂર્ણ સત્તા સ્કૂલને આપવી.

સ્કૂલમાં ઓછામાં ઓછી સંખ્યા 30 અને વધુમાં વધુ 45 શહેરી વિસ્તારમાં તથા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 45 ગ્રામ્ય વિસ્તારમાં રાખવી.

નિભાવ ખર્ચ માટેની ગ્રાન્ટની રકમમાં વ્યાજબી વધારો કરવો.

ખાનગી સ્કૂલોની ફી બાબતે FRC માં પુન સમીક્ષા કરવી.

આ તમામ મુદ્દાઓ પર સંચાલકોને અભિપ્રાય લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...