કોરોનાએ ચિંતા વધારી:અમદાવાદની સ્કૂલોમાં 21 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, શાળા સંચાલકોની અઠવાડિયું ઓફલાઈન સ્કૂલો બંધ કરી કેસનું મોનિટરીંગ કરવા માંગ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર
  • રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ધો.1થી 5ના ઓફલાઈન ક્લાસ બંધ કરવા માંગ કરી

દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે, જેના કારણે સ્કૂલમાં ભણતા બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં 21 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે, જેથી આગામી એક અઠવાડિયું કોરોનાના કેસનું મોનિટરીંગ કરીને ઓફલાઇન સ્કૂલો બંધ કરવા શાળા સંચાલકોએ માંગણી કરી છે.

સરકારની જાહેરાત વિના બાલમંદિર ચલાવાઈ રહ્યા છે
રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, કોરોનાના કેસ ઘટતા તબક્કાવાર ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલમંદિર પણ સરકારની કોઈ જાહેરાત વિના ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રોજ 3 કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે રહે છે અને હજુ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફના અનેક લોકો વેક્સિનના બંને ડોઝથી વંચિત છે. અત્યારે તમામ સ્કૂલોમાં 90 ટકા જેટલી હાજરી પણ છે.

1થી 5ના ઓફલાઈન વર્ગ બંધ કરવા માંગ
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા સ્કૂલોમાં કેસ વધ્યા છે. પરંતુ હજુ વધુ સંક્રમણ ના ફેલાય તે માટે આગામી એક અઠવાડિયા દરમિયાન સ્કૂલોમાં કેસનું મોનિટરીંગ કરવામાં આવવું જોઈએ. જે બાદ કેસ વધે તો 1થી 5ના વર્ગ ઓફલાઇન બંધ કરવામાં આવે, જે બાદ કેસ વધે તો 6થી 8 અને 9થી 12 એમ તબક્કાવાર સ્કૂલો ફરીથી ઓફલાઇન બંધ કરવી જોઈએ.