સ્કૂલ VS વાલી મંડળ:શાળા સંચાલકોની ધો.1થી 5ની સ્કૂલ અત્યારે શરૂ કરવા માંગ, જ્યારે વાલી મંડળની દિવાળી બાદ જ ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તેવી ઈચ્છા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • શિક્ષણમંત્રી પણ સ્કૂલ શરૂ કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે
  • હાલના તબક્કે અભ્યાસ ઓનલાઈન જ રાખવો જોઈએ: વાલી મંડળ

ધોરણ 6થી 12ની સ્કૂલ શરૂ થઇ છે પરંતુ હજુ નર્સરી અને ધોરણ 1થી 5ની સ્કૂલો બંધ જ છે. જેથી શાળા સંચાલકોએ સ્કૂલો શરૂ કરવા રજૂઆત કરી હતી, ત્યારે વાલી મંડળ હવે સ્કૂલો સામે આવ્યું છે અને વાલી મંડળે અત્યારે સ્કૂલના શરૂ કરીને દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવા માંગણી કરી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

સ્કૂલો ક્યારે ખુલશે તેને લઈને વાલીઓમાં પણ મુંઝવણ
ગુજરાતના શાળા સંચાલક મંડળે ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા માંગણી કરી છે અને રજૂઆત કરી હતી કે, કોરોનાના કેસ ઘટી ગયા છે તો હવે ધો.1થી 5ની ઓનલાઈન સ્કૂલ હવે ચાલુ કરવી જોઈએ ત્યારે વાલી મંડળ શાળા મંડળની વિરોધમાં છે અને વાલી મંડળે અત્યારે સ્કૂલો શરૂ ના કરવા જણાવ્યું છે અને દિવાળી બાદ જ પરિસ્થિતિને જોતા સ્કૂલ શરૂ કરવા જણાવ્યું છે. એક તરફ શિક્ષણમંત્રી પણ સ્કૂલ શરૂ કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે ત્યારે સ્કૂલો ક્યારે ખુલશે તેને લઈને વાલીઓમાં પણ મુંઝવણ છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ
આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, અત્યારે કોરોના કેસ નિયંત્રણમાં છે પરંતુ હજુ સ્થિતિ સામાન્ય થઇ નથી. દિવાળી સુધી કોરોનાની સ્થિતિ પર અભ્યાસ કરીને શિક્ષણમંત્રીએ વાલીઓને સાથે રાખીને ધોરણ 1થી 5 અને નર્સરી માટે સ્કૂલો શરૂ કરવા નિર્ણય લેવો જોઈએ. હાલના તબક્કે અભ્યાસ ઓનલાઈન જ રાખવો જોઈએ અને દિવાળી બાદ જ સ્કૂલો શરૂ કરવી જોઈએ..

અન્ય સમાચારો પણ છે...