વીજ કટોકટી:ખેડૂતોને વીજળી આપવાનું સમયપત્રક ખોરવાયું, ઉજાગરા પછી પણ વીજળી મળવાનું નક્કી નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દેશભરમાં કોલસાની તંગીને કારણે વીજ કટોકટી આવી રહીં છે તે બાબત બહાર આવી છે ત્યારે વીજ કટોકટી વચ્ચે ખેતીવાડીમાં વીજળી આપવાનું સમય પત્રક ખોરવાયું હોવાની કિસાન સંઘે જ રાજય સરકારને રજૂઆત કરી છે. ખેડૂતોના ખેતરમાં કયારે વીજળી આવશે તે સમય જ નક્કી ન હોવાથી ખેડૂતોને 24 કલાક માટે વીજળીની રાહ જોઇ્ને બેસી રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હોવાની રજૂઆત થઇ છે.

વીજ કટોકટીની સીધા અસર કૃષિમાં અપાતા પુરવઠા પર થઇ રહી હોવાનુંં ખેડૂતોનું કહેવું છે. રાજયમાં ખેડૂતોને પાકમાં પાણી આપવા માટે પુરી પાડવામાં આ‌વતો વીજ પુરવઠો કયારે પુરો પડાશે તેનું ચોક્કસ સમય પત્રક હતું. આ સમય પત્રક પ્રમાણે ખેડૂત વીજળી આવે ત્યારે પાકને પાણી પુરું પાડવાનું વ્યકિતગત સમય પત્રક નક્કી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિતરીતે મળતો હોવાથી ખેડૂતોનું આખું સમય પત્રક ખોરવાઇ ગયું છે અને કયારે વીજળી આવશે તેની રાહમાં જ ખેડૂત પરેશાન થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...