તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારથી અમદાવાદમાં સફાઈ થશે:સફાઈ કામદારોની હડતાળનો અંત, કમિશનરે નીમેલી 3 સભ્યોની સમિતિ સાથે ચર્ચા પછી નિર્ણય

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હમારી માંગે પૂરી કરો, ઇનક્લાબ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા, મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે
 • સફાઈકર્મીઓને તેમના પ્રશ્નોની રજૂઆત સાંભળવા માટે સોમવારે બપોરનો ત્રણ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો
 • કામદારોની માગણીઓ નવી ચૂંટાનારી પાંખ સમક્ષ રજૂ કરવા ખાતરી

સફાઈ કામદારોના મોટાભાગના યુનિયને કમિશનરે નિમેલા 3 અધિકારીઓની સમિતિ સાથે બેઠક બાદ 6 દિવસથી ચાલતી હડતાળ સમેટી લીધી છે. હવે એકાદ બે યુનિયન સમાધાન સ્વીકારતા નથી.

(સફાઈકર્મીઓની માગ અને તેના પર કરેલી ભલામણની સંપૂર્ણ વિગતો વાંચવા અહીં ક્લિક કરો)

મંગળવારે સાંજે મોટી સંખ્યામાં સફાઇ કામદારોએ મ્યુનિ.ની દાણાપીઠ કચેરીને ઘેરાવ કરી નવા પશ્ચિમ ઝોનના સફાઇ કામદારોને પણ વારસાઇ નોકરી સહિતના લાભ આપવાની માગણી કરી હતી. જો કે અધિકારીઓએ કહ્યું હતું કે, આ નિર્ણય ચૂંટાયેલી પાંખ જ લઈ શકે છે માટે નવી બોડી સમક્ષ તેઓ રજૂઆત કરશે. મંત્રણા બાદ સફાઈ કામદારોના યુનિયનના પ્રતિનિધિઓ બુધવારથી સફાઈ કામગીરી ફરી શરૂ કરવાની ખાતરી આપી હતી. શાહપુરમાંથી પસાર થતી એક સફાઇ વાનમાં કેટલાક તોફાની તત્ત્વોએ તોડફોડ કરી હતી. સફાઇ વાનના કોન્ટ્રાક્ટરે પોલીસ અરજી આપી હતી.

AMCની મુખ્ય કચેરીએ હલ્લાબોલ કર્યો હતો
શહેરનાં તમામ યુનિયનો સફાઈકર્મીઓ સાથે હડતાળમાં જોડાયાં હતા. સફાઈકર્મીઓ પોતાની માગ પર અડગ રહ્યા હતા. આજે છઠ્ઠા દિવસે પણ હડતાળ યથાવત્ રાખતાં શહેરમાં હવે કેટલીક જગ્યાએ કચરાના ઢગ રોડ પર દેખાય છે. આજે બપોરે 3.30થી અમદાવાદ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ હલ્લાબોલ કરી વિરોધ કર્યો હતો .

કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ હલ્લાબોલ કરી વિરોધ કરી રહ્યા છે.
કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈકર્મીઓ હલ્લાબોલ કરી વિરોધ કરી રહ્યા છે.

ત્રણ ડેપ્યુટી કમિશનરની કમિટી બનાવી હતી
મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોનાની કામગીરી વચ્ચે સફાઈકર્મીઓને તેમના પ્રશ્નોની રજૂઆત સાંભળવા માટે સોમવારે બપોરે ત્રણ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો છતાં તેઓ પાંચ વાગ્યે કમિશનરને મળવા આવ્યા હતા, જેમાં સફાઈકર્મીઓના પ્રશ્નોની જગ્યાએ અન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવા લાગ્યા હતા. વારસાઈના હક અંગેનો જે પ્રશ્ન છે એ સંપૂર્ણ નીતિવિષયક પ્રશ્ન છે, જેની સમજણ કમિશનર દ્વારા આપવામાં આવી હતી છતાં તેઓ સમજવા તૈયાર થયા ન હતા. જેથી ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી, દિલીપ રાણા અને આર્જવ શાહની સ્પેશિયલ કમિટી બનાવી હતી. સફાઈકર્મીના પ્રતિનિધિઓએ આ કમિટી સાથે ચર્ચા અને રજૂઆત કરી હતી.

સફાઈકર્મીઓની હડતાળને કારણે દરવાજા બંધ રાખવા પડ્યા હતા
સફાઈકર્મીઓની હડતાળને કારણે દરવાજા બંધ રાખવા પડ્યા હતા

સફાઈકર્મીઓની હડતાળને કારણે પશ્ચિમ વિસ્તારનાં કામો અટવાયાં
બોડકદેવ ઓફિસનું કામકાજ અટવાઈ પડ્યું છે. દરવાજા પણ પોલીસે બંધ કરી દીધા છે જેને કારણે ઓફિસમાં કામ માટે આવતા નાગરિકોને પરત જવું પડે છે. સફાઈકર્મીઓની હડતાળને કારણે દરવાજા બંધ રાખવા પડ્યા છે. નાગરિકોનાં કામો અટવાઇ પડ્યાં છે. ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ એમ બંને ઝોનનો એકેય વિભાગ કાર્યરત ન હોવાથી કામ અર્થે આવેલા અરજદારો પણ પરત ફર્યા છે. બંને ઝોનમાં બોડકદેવ, જોધપુર, વેજલપુર, સરખેજ , સેટેલાઇટ, વસ્ત્રાપુર, મકતમપુરા, બોપલ, શીલજ સહિતના વિસ્તારો આવે છે, જેનાં અનેક કામો સફાઈકર્મીઓની હડતાળને કારણે અડધા પશ્ચિમ વિસ્તારનાં કામો અટવાઈ પડ્યાં છે.

AMCના બંને તરફના ગેટ પર સફાઈકર્મીઓનો જમાવડો થતા રોડ બંધ કરી BRTS ટ્રેકમાં વાહનો ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી
AMCના બંને તરફના ગેટ પર સફાઈકર્મીઓનો જમાવડો થતા રોડ બંધ કરી BRTS ટ્રેકમાં વાહનો ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો